સ્કૉટલૅન્ડની કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની વેઇટલિફ્ટર મીરાંબાઈ ચાનુએ રવિવારે 48 કિલો વર્ગમાં
ગોલ્ડ મેડલ જીતી લીધો એ બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેની ભારોભાર પ્રશંસા કરવાની સાથે તેને
અભિનંદન પાઠવ્યા હતા. મીરાંબાઈ સતત ત્રીજી કૉમનવેલ્થમાં સુવર્ણચંદ્રક જીતી છે.
31 વર્ષની ચાનુએ સ્નૅચમાં વિક્રમજનક 85 કિલો તેમ જ ક્લીન ઍન્ડ જર્કમાં 105 કિલો એમ કુલ મળીને
190 કિલો વજન ઊંચક્યું હતું. તેનું પ્રભુત્વ એટલું બધુ હતું કે બીજા નંબરે રહીને સિલ્વર જીતનાર
નાઇજિરિયાની રુથ ન્યૉન્ગે ચાનુથી ઘણું ઓછું (કુલ 168 કિલો) વજન ઊંચક્યું હતું. તેણે ચાનુ કરતાં
બાવીસ કિલો ઓછું વજન ઊંચક્યું હતું.
પીએમ મોદીએ ચાનુની સફળતાને `ભારતીય વેઇટલિફ્ટિંગના વધુ એક ગૌરવપૂર્ણ અને શાનદાર સિદ્ધિ’
તરીકે ઓળખાવી હતી.
કૉમનવેલ્થમાં મેડલ (સિલ્વર) મેડલ જીતનાર મણિપુરના પ્રથમ ઍથ્લીટ ઋષિકાંતને પણ મોદીએ
અભિનંદન પાઠવ્યા હતા. ઋષિકાંતે ઘૂંટણમાં ઈજા છતાં સ્પર્ધામાં ભાગ લઈને રજતચંદ્રક જીતી લીધો
હતો.






