Friday, September 18, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સાઈકલથી સેમિકન્ડક્ટર સુધી: 1951માં ભાવનગરના મહારાજાએ સાઈકલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું તે ગ્રુપની કંપની દ્વારા હવે સાણંદમાં સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન

ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ૧૯૫૧માં શરૂ કરાવેલી સફર આજે સેમિકોન મિશન સુધી પહોંચી: મહિલા સશક્તિકરણની અનોખી મિસાલ બની CG સેમિ

dharmendravaghela by dharmendravaghela
2026-07-30 13:02:44
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના પ્રજાવત્સલ અને આદરણીય રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલના ઐતિહાસિક યોગદાન સાથે જોડાયેલી એક અનોખી સફર આજે ભારતના આધુનિક સેમિકન્ડક્ટર મિશન સુધી પહોંચી છે. વર્ષ ૧૯૫૧માં ભાવનગરના મહારાજા જ્યારે મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે સેવા આપી રહ્યા હતા, ત્યારે તેમના હસ્તે મુરુગપ્પા ગ્રુપની ‘ટીઆઈ સાઈકલ્સ’ ફેક્ટરીનો શુભારંભ થયો હતો. જેમાંથી દેશની લોકપ્રિય ‘હર્ક્યૂલિસ’ સાયકલનું નિર્માણ શરૂ થયું હતું. સમય સાથે આગળ વધતાં, આ જ ગ્રુપની સબસિડરી કંપની ‘CG સેમિ’ દ્વારા ગુજરાતના સાણંદ ખાતે ₹૭૬૦૦ કરોડના ખર્ચે અત્યાધુનિક OSAT સુવિધા શરૂ કરવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. જાપાન અને થાઈલેન્ડની કંપનીઓના સહયોગથી સ્થપાયેલા આ પ્લાન્ટમાં બનેલી સેમિકન્ડક્ટર ચીપ્સ હવે દેશ-વિદેશમાં સપ્લાય કરવામાં આવશે.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિની સાથે કંપનીએ મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પ્લાન્ટના ફેક્ટરી ફ્લોર પર મશીન ઓપરેશન્સ અને પ્લાન્ટ સંચાલનની મહત્તમ કામગીરી મહિલા કર્મચારીઓ સંભાળી રહી છે. સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલી આ મહિલાઓને સ્વતંત્ર રીતે કામગીરી સંભાળવા માટે કંપની દ્વારા મલેશિયા મોકલીને ત્રણ મહિનાની ખાસ પ્રેક્ટિકલ તાલીમ પણ આપવામાં આવી હતી.
અહીં કાર્યરત મહિલા એન્જિનિયરો ઉત્સાહભેર તેમની અનુભૂતિ શેર કરે છે. અમદાવાદની L.D. એન્જિનિયરિંગમાં અભ્યાસ કરનાર નવસારીની શ્રેયા પટેલ અને સુરેન્દ્રનગરની જાનવી પાટડીયા પ્રોસેસ ક્વોલિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. શ્રેયા જણાવે છે કે ડિફેક્ટ શોધવાની અને ટેક્નિકલ બાબતો શીખવાની પ્રક્રિયા ખૂબ રોમાંચક છે. જ્યારે જાનવી અનુસાર સ્ક્રેચમાંથી આટલા મોટા પ્લાન્ટના નિર્માણમાં કામ કરવાનો અનુભવ નવું શીખવાની ધગશ પૂરી પાડે છે. કેરળની વૈષ્ણવી પાલ અને સાન્ડ્રા ઇ.કે. તેમજ ઇન્દોરની આકાંક્ષા તંવર પણ પ્રોસેસ એન્જિનિયર તરીકે સેવા આપી રહી છે. તેઓ જણાવે છે કે આ આંતરરાષ્ટ્રીય તાલીમ અને ગુજરાતના ઔદ્યોગિક વાતાવરણથી તેમનો આત્મવિશ્વાસ બુલંદ થયો છે. આમ, ભાવનગરના ઈતિહાસ સાથે જોડાયેલું આ ગ્રુપ આજે દેશના ટેકનોલોજીકલ ભવિષ્યને નવી ઊંચાઈઓ આપી રહ્યું છે.

 

Tags: sanandsemi conductor chip
Previous Post

ગુરુપૂર્ણિમાના દિવસે ભાવનગર વૃદ્ધાશ્રમના વડીલોનો નવા આધુનિક બિલ્ડિંગમાં મંગળ પ્રવેશ: હર્ષોલ્લાસનું વાતાવરણ

Next Post

ભાવનગર મનપાની સામાન્ય સભામાં ગ્રીનસિટી સંસ્થાના વૃક્ષારોપણની સકારાત્મક નોંધ લેવાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!

September 18, 2026
પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ

September 18, 2026
એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે
તાજા સમાચાર

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

September 18, 2026
Next Post
મુખ્યમંત્રીએ ખાતમૂર્હત કર્યુ તે રોડનુ કામ દોઢ વર્ષે પણ અધ્ધરતાલ : મ્યુ. શાસકો એજન્સીના ઘૂંટણીયે.?!

ભાવનગર મનપાની સામાન્ય સભામાં ગ્રીનસિટી સંસ્થાના વૃક્ષારોપણની સકારાત્મક નોંધ લેવાઈ

‘રેડ એલર્ટ’ સાથે રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડનો પ્રારંભ

‘રેડ એલર્ટ’ સાથે રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડનો પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.