ગુજરાત પરથી અતિ ભારે વરસાદનો ખતરો ટળ્યો છે. ક્યાંય રેડ, ઓરેન્જ કે યલો એલર્ટ આપવામાં આવ્યું નથી. ભારતીય હવામાન વિભાગના બુલેટિન અનુસાર, આ અઠવાડિયા દરમિયાન માત્ર હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે છાંટા પડવાની જ આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી છે. સૌરાષ્ટ્ર,કચ્છમાં હળવા વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે. દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
છેલ્લા ચાર દિવસમાં સમગ્ર ગુજરાત જેમાં ખાસ કરીને સુરત, નવસારી, વડોદરા, અમદાવાદ, સુરેન્દ્રનગર સહીત જિલ્લામાં મેઘરાજાએ જાણેકે તાંડવઃ કર્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ભારે વરસાદના કારણે વેપારીઓને મોટી નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. તો કેટલાયે પરિવારો બેઘર બન્યા છે. સરકાર દ્વારા સર્વે કરીને આર્થિક સહાય ચુકવવામાં આવશે.





