ભાવનગર એલ.સી.બી. પોલીસ ટીમ દ્વારા નાઈટ પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ગારીયાધાર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં જાહેરમાં તીન પતીનો જુગાર રમી રહેલા પાંચ ઈસમોને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ટીમનાં માણસોને બાતમી મળી હતી કે, પાલીતાણા રોડ, ઘાંચીવાડ ખાતે ભીખુભાઈ અલીભાઈ દલના ઘરની બાજુમાં જાહેર જગ્યામાં લાઈટના અંજવાળે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પંચોને સાથે રાખી પોલીસે રાત્રે કલાક ૨૩:૦૦ વાગ્યે સ્થળ પર રેડ કરી હતી જેમાં લાઈટના અજવાળે ગોળ કુંડાળું વાળીને જુગાર રમતા
ભીખુભાઈ અલીભાઈ દલ ઉ.વ.૪૭, રહે. ઘાંચીવાડ, ગારીયાધાર, હરીભાઈ ગોવિંદભાઈ કંટારીયા ઉ.વ.૫૫, રહે. બોરડાવાડી, ગારીયાધાર, અશોકભાઈ રામજીભાઈ મકવાણા ઉ.વ.૫૦, રહે. પરવડી ગામ, ગારીયાધાર, વિનુભાઈ પાંચાભાઈ ડાભી ઉ.વ ૪૧, રહે. શક્તિપ્લોટ, ગારીયાધાર તથા પુંજાભાઈ ભાયાભાઈ ઘોઘારી(ઉ.વ. ૫૮, રહે. ઘાંચીવાડ, ગારીયાધાર વાળા રંગે હાથ ઝડપાયા હતા
પોલીસે સ્થળ પરથી ગંજીપાના અને જુગારના સાધનો સાથે કુલ રૂપિયા ૭,૬૫૦/- ની રોકડ રકમ કબજે કરી હતી. પંચનામું કરી તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ ૧૨ મુજબ ગુનો નોંધી રાત્રે કલાક ૨૩:૫૦ વાગ્યે તેમની અટકાયત કરવામાં આવી છે.





