Thursday, August 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ટેરિફ બોમ્બમાં ફસાયા ટ્રમ્પ, ‘સુપ્રીમ’ આદેશ બાદ અમેરિકાએ 100 અબજ ડૉલર પાછા આપવા પડ્યા

dharmendravaghela by dharmendravaghela
2026-08-06 12:56:36
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સુપ્રીમ કોર્ટે ચુકાદામાં અંતરરાષ્ટ્રીય આપાતકાલીન આર્થિક શક્તિ અધિનિયમ હેઠળ લાદવામાં આવેલા ટેરિફના મોટા હિસ્સાને ગેરકાયદે ગણાવી રદ કર્યો વોશિંગટન,
ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ બોમ્બ હવે તેમની પોતાની જ મુશ્કેલીઓ વધારી રહ્યો છે અને અમેરિકા પર ભારે પડી રહ્યો છે. વિતેલા વર્ષના એપ્રિલ મહિનામાં તેમણે વિશ્વના તમામ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવવાનું શરૂ કર્યું હતું, જેના કારણે વૈશ્વિક સ્તરે ટ્રેડ વોરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે, આ ટેરિફ સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરતા અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને મોટો આંચકો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે પોતાના એક મહત્ત્વના ચુકાદામાં અંતરરાષ્ટ્રીય આપાતકાલીન આર્થિક શક્તિ અધિનિયમ હેઠળ લાદવામાં આવેલા ટેરિફના એક મોટા હિસ્સાને ગેરકાયદે ગણાવીને રદ કરી દીધો છે. આ સાથે જ કોર્ટે ટ્રમ્પ પ્રશાસનને વસૂલેલી રકમ રિફંડ કરવાનો આદેશ પણ આપ્યો હતો. તાજેતરની અપડેટ મુજબ, આ આદેશ બાદ આશરે $100 અબજનું ટેરિફ કલેક્શન પરત કરી દેવામાં આવ્યું છે.
અમેરિકન કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલી એક અરજીમાં ટેરિફ રિફંડ અંગે મહત્ત્વની માહિતી આપવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પ્રશાસને આશરે $100 અબજની રકમ પરત કરી દીધી છે. US આંતરરાષ્ટ્રીય વ્યાપાર ન્યાયાલયમાં રજૂ કરાયેલી અરજી મુજબ, વ્યાજ સહિત રિફંડની પ્રક્રિયા સરકારની કસ્ટમ્સ રિફંડ સિસ્ટમ દ્વારા પૂરી કરી દેવામાં આવી છે અને નાણાંના વિતરણ માટે આ રકમ નાણા વિભાગને મોકલી આપવામાં આવી છે.ચાલુ વર્ષની શરૂઆતમાં 20 ફેબ્રુઆરીના રોજ 6-3ની બહુમતીથી આપવામાં આવેલા ઐતિહાસિક ચુકાદામાં કોર્ટે આ ટેરિફને અમાન્ય જાહેર કર્યું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા ઇમરજન્સી માટે 1977માં બનેલા કાયદાનો ઉપયોગ કરીને વ્યાપારી ભાગીદારો પર આકરો ટેરિફ લાદીને ટ્રમ્પે પોતાના અધિકારક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે. આ કાયદો અમેરિકન પ્રમુખને એકતરફી રીતે વ્યાપક શુલ્ક લાદવાની સત્તા આપતો નથી.

Tags: tariffs trump recovery
Previous Post

ઇલોન મસ્કનું મહાકાય ‘ફાલ્કન-9’ રોકેટ ચંદ્ર સાથે અથડાયું

Next Post

ભારતમાંથી શેખ હસીનાએ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ કરતાં બાંગ્લાદેશમાં ભારે વિરોધ

dharmendravaghela

dharmendravaghela

Related News

2000થી વધુના પેમેન્ટ પર ચાર્જનો નિયમ વેપારીઓ, મોટા વ્યવસાયિક સંસ્થાનો માટે છે: સંજય મલ્હોત્રા
તાજા સમાચાર

2000થી વધુના પેમેન્ટ પર ચાર્જનો નિયમ વેપારીઓ, મોટા વ્યવસાયિક સંસ્થાનો માટે છે: સંજય મલ્હોત્રા

August 6, 2026
ઉત્તર કેરોલિનમાં એક ઘરમાં ફાયરિંગની ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા
આંતરરાષ્ટ્રીય

ઉત્તર કેરોલિનમાં એક ઘરમાં ફાયરિંગની ઘટનામાં અનેક લોકોના મોતની આશંકા

August 6, 2026
PoK માં થઇ રહેલી હિંસાના વિરોધમાં બ્રિટનમાં કાશ્મીરી સમુદાયનું પ્રદર્શન
આંતરરાષ્ટ્રીય

PoK માં થઇ રહેલી હિંસાના વિરોધમાં બ્રિટનમાં કાશ્મીરી સમુદાયનું પ્રદર્શન

August 6, 2026
Next Post
ભારતમાંથી શેખ હસીનાએ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ કરતાં બાંગ્લાદેશમાં ભારે વિરોધ

ભારતમાંથી શેખ હસીનાએ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ કરતાં બાંગ્લાદેશમાં ભારે વિરોધ

રશિયાના યુક્રેન પર ભીષણ હુમલામાં 21 લોકોનાં મોત

રશિયાના યુક્રેન પર ભીષણ હુમલામાં 21 લોકોનાં મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.