Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

કચ્છના અંજારમાં 7.24 ઈંચ અને ભાવનગરના વલભીપુરમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં જળબંબાકાર

dharmendravaghela by dharmendravaghela
2026-09-15 11:42:53
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે, જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 259 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે અને નદી-નાળા છલકાઈ ગયા છે. જોકે, હવામાન વિભાગે આગામી સમયમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના વ્યક્ત કરી છે.
છેલ્લા 24 કલાકના આંકડાઓ પર નજર કરીએ તો કચ્છ પંથકમાં મેઘરાજાએ સૌથી વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કચ્છના અંજાર તાલુકામાં સૌથી વધુ 7.24 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં 6.10 ઇંચ વરસાદ પડ્યો છે. ગાંધીધામમાં 4.61 ઇંચ અને ભચાઉમાં 4.41 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસ્યો છે, જામનગર શહેરમાં 5.59 ઇંચ અને રાજકોટના કોટડા સાંગાણીમાં 5.2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. આ ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આણંદના બોરસદમાં 5.51 ઇંચ, મહેસાણાના કડીમાં 4.29 ઇંચ, વડોદરાના કરજણમાં 4.29 ઇંચ, સુરત શહેરમાં 4.17 ઇંચ, અમદાવાદના ધોળકામાં 4.13 ઇંચ, ખેડાના નડિયાદમાં 4.06 ઇંચ અને અમદાવાદ શહેરમાં 3.43 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.
આજથી વરસાદનું જોર ઘટવાની શરૂઆત

Advertisement

હવામાન વિભાગની આગાહી મુજબ આજે (15મી સપ્ટેમ્બર) પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના છે. આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શરૂઆત થશે.

Tags: gujaratrain
Previous Post

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

dharmendravaghela

dharmendravaghela

Related News

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
બ્રિટનનાં પૂર્વ પીએમ બોરિસ જોહ્નસનનો રશિયાનાં ડ્રોન હુમલામાં ચમત્કારિક બચાવ
આંતરરાષ્ટ્રીય

બ્રિટનનાં પૂર્વ પીએમ બોરિસ જોહ્નસનનો રશિયાનાં ડ્રોન હુમલામાં ચમત્કારિક બચાવ

September 15, 2026
સાઉદીનો દાવો: મદીનામાં 11 કરોડ ટન યુરેનિયમ અને રેર અર્થ મળ્યા
આંતરરાષ્ટ્રીય

સાઉદીનો દાવો: મદીનામાં 11 કરોડ ટન યુરેનિયમ અને રેર અર્થ મળ્યા

September 15, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.