Wednesday, September 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

વૈશ્વિક સ્તરે ભારતની મોટી જીત, UNSCમાં કાયમી સભ્યપદને 4 દેશોનું મહત્ત્વનું સમર્થન

ન્યૂયોર્કમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં એસ. જયશંકરે ભારત તરફથી પોતાની વાત રજૂ કરી હતી

dharmendravaghela by dharmendravaghela
2026-09-22 12:22:36
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સંયુક્ત સુરક્ષા પરિષદમાં સ્થાયી સીટ માટે ભારતે કરેલા પ્રયાસોને મોટી સફળતા મળી છે. મધ્ય યુરોપના ચાર દેશને ભારતના સ્થાયી સભ્ય સામે સમર્થન મળ્યું છે. આ બેઠકમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર ઉપસ્થિત રહ્યા અને ભારતીય પદનું પ્રતિનિધિત્વ કર્યું. યુરોપના હંગેરી, પોલેન્ડ, સ્લોવેકિયા અને ચેક રીપબ્લિકે ભારતનું સમર્થન કરીને સહમતી દર્શાવી છે. અમેરિકાના મહાનગર ન્યૂયોર્ક શહેરમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં એસ. જયશંકરે ભારત તરફથી પોતાની વાત રજૂ કરી હતી. યુરોપના ચાર દેશો સાથે અમેરિકાની ધરતી પર આ પહેલી બેઠક છે. પહેલીવાર ભારત V4 ગ્રૂપના રાષ્ટ્રો સાથેની ખાસ બેઠકમાં હાજર છે.
આ પહેલા યુરોપના દેશ ફ્રાંસે પણ આ સભ્યપદ સામે ભારતનું સમર્થન કર્યું હતું. એ પછી બ્રિટને પણ આ સમગ્ર ગ્રૂપના વિસ્તાર અને ભારતને એમાં સમાવી લેવા માટે તરફદારી કરી હતી, ભારતના લાંબા સમયના સાથી દેશ રશિયાએ પણ આ બાબતે ભારતને સમર્થન આપ્યું છે. દરમિયાન, અમેરિકાએ પણ સિદ્ધાંતિક રીતે ભારતની કાયમી સદસ્યતા માટે સમર્થન વ્યક્ત કર્યું છે. ભારત બ્રાઝિલ, જર્મની અને જાપાનની સાથે G4 જૂથનો હિસ્સો છે. આ ચારેય દેશો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના વિસ્તરણની હિમાયત કરે છે અને કાયમી સદસ્યતા માટે એકબીજાના દાવાને સમર્થન આપે છે. ભારત છેલ્લા કેટલાય સમયથી એ પહેલ કરી રહ્યો હતો કે, સંયુક્ત રાષ્ટ્રના સુરક્ષા પરિષદના ફોર્મેટમાં કેટલાક ફેરફાર કરવામાં આવે. આ ફેરફાર પાછળના કારણોની પણ ભારતે ચર્ચા કરી હતી. આ સમગ્ર સફળતાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પછીની જે તે રાષ્ટ્રની ભારત પ્રત્યેની સમર્થતા દર્શાવે છે.
વિદેશ મંત્રીઓની વાર્ષિક બેઠકો સહિત ગાઢ રાજકીય સહયોગ, વાર્ષિક બિઝનેસ ફોરમ સહિત ઊંડો આર્થિક સહયોગ, ટેકનોલોજી, નવા અભિગમ, રીસર્ચ અને અક્ષરજ્ઞાન અને શિક્ષણ ક્ષેત્રે ભાગીદારીને મજબૂત બનાવવી, રક્ષણ ક્ષેત્રના સહયોગને નવી ગતિ આપવી, સાંસ્કૃતિક સહયોગ અને લોકો વચ્ચેના સંપર્કોને વધુ સુદ્રઢ કરવા, બહુપક્ષીયતાને સમર્થન આપવા માટે સાથે મળીને કામ કરવું જેવા મોટા અને દરેક દેશ માટે મહત્ત્વના હોય એવા આ મુદ્દાની ચર્ચા પ્રથમ બેઠકમાં થઈ છે.

Tags: unsc india
Previous Post

ડોનાલ્ડ ટ્રમ્પે CNN પર પ્રતિબંધ મૂક્યો તો અમેરિકાની મુખ્ય ચેનલોએ કર્યું પ્રમુખનું બૉયકોટ

Next Post

બંગાળની ખાડીમાં ‘ડીપ ડિપ્રેશન’ એક્ટિવ: યુપી, બિહાર સહીત રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ
તાજા સમાચાર

મધ્યપ્રદેશમાં આજે વેપારીઓ દ્વારા નો UPI દિવસ

September 23, 2026
એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ
તાજા સમાચાર

એશિયન ગેમ્સ: શૂટિંગમાં ભારતીય પુરુષ સ્કીટ ટીમે જીત્યો બ્રોન્ઝ મેડલ

September 23, 2026
ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની ફરી એકવાર ઈરાનને તબાહ કરવાની ધમકી

September 23, 2026
Next Post
બંગાળની ખાડીમાં ‘ડીપ ડિપ્રેશન’ એક્ટિવ: યુપી, બિહાર સહીત રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ

બંગાળની ખાડીમાં 'ડીપ ડિપ્રેશન' એક્ટિવ: યુપી, બિહાર સહીત રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ

ખાનગી યુનિવર્સિટીઓને સુપ્રીમની કડક ટકોર, નફો કમાવતી સંસ્થા તરીકે ચલાવી શકાય નહીં

ખાનગી યુનિવર્સિટીઓને સુપ્રીમની કડક ટકોર, નફો કમાવતી સંસ્થા તરીકે ચલાવી શકાય નહીં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.