અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બે વર્ષના કાર્યકાળ બાદ યોજાયેલી મિડટર્મ ચૂંટણીઓના પ્રારંભિક પરિણામો અને ટ્રેન્ડ્સે વોશિંગ્ટનના રાજકારણમાં ભૂકંપ સર્જ્યો છે. તમામ પૂર્વ-ચૂંટણી સર્વેના અંદાજો સાચા ઠેરવતા ડેમોક્રેટિક પાર્ટીએ રિપબ્લિકન પાર્ટીના પરંપરાગત ગઢ ગણાતા વિસ્તારોમાં ભારે ગાબડું પાડ્યું છે.
સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ બંનેમાં ડેમોક્રેટ્સે મોટો ઉછાળો માર્યો છે. આ ચૂંટણીમાં ભારતીય સમુદાય માટે પણ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ફ્લોરિડાથી ભારતીય મૂળના ડેમોક્રેટ ઉમેદવાર પિયા ડાંડિયા અને વર્જિનિયાથી સુહાસ સુબ્રમણ્યમ વિજેતા બન્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરના મધ્યસત્રના ચૂંટણીના પરિણામમાં હાર સ્વીકારવા તૈયારી બતાવી દીધી છે. આ સાથે તેમણે સવાલો ઊઠાવતા કહ્યું કે બેલેટ પેપર પર મારું નામ હોત તો કદાચ અમે ભારે બહુમતથી ચૂંટણી જીતી ગયા હોત. જોકે હું હાર સ્વીકારીને ડેમોક્રેટ્સ સાથે મળીને કામ કરવા તૈયાર છું. ઉલ્લેખનીય છે કે આ હારથી ટ્રમ્પને હવે મોટો ઝટકો લાગશે અને તે યુદ્ધમાં બેફામ નિર્ણયો લેતા અટકી શકે છે.
ઓહિયો ગવર્નર પદની રેસમાં ભારતીય મૂળના વિવેક રામાસ્વામી હારી ગયા છે. ડેમોક્રેટ એમી એક્ટને રિપબ્લિકન નેતા વિવેકને હરાવી દીધા છે. અમેરિકાના મિડટર્મ ચૂંટણી પરિણામોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. સીએનએનના અંદાજ મુજબ, ડેમોક્રેટિક પાર્ટીએ સત્તાધારી રિપબ્લિકન પાર્ટીને માત આપીને સંસદના નિચલા સદન ‘હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ’ પર નિયંત્રણ મેળવી લીધું છે. આ પરિણામથી અમેરિકાના રાજકારણમાં સત્તાનું સંતુલન બદલાશે અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે પોતાના એજન્ડા અને નીતિઓ આગળ ધપાવવા મોટા પડકારો ઉભા થશે.અમેરિકામાં ટ્રમ્પની પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીએ રિપબ્લિકન પક્ષ પાસેથી સાઉથ કેરોલિનાની સીનેટ સીટ છીનવી લીધી છે. છેલ્લા ત્રણ દાયકાથી આ સીટ સ્વર્ગસ્થ સાંસદ લિન્ડસે ગ્રેહામ પાસે હતી, જ્યાં હવે ડેમોક્રેટિક પાર્ટીના એની એન્ડ્રુઝે જીત હાસિલ કરી છે.
અસરકારક હેડિંગ, સબ હેડિંગ બનાવો
જ્યોર્જિય, ફ્લોરિડામાં ઇતિહાસ રચાયો, અશ્વેત ગવર્નર ચૂંટાયા
અમેરિકાની ચૂંટણીમાં ઐતિહાસિક પરિણામો સામે આવ્યા છે. ડેમોક્રેટિક ઉમેદવાર કીશા લાન્સ બોટમ્સ અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ અશ્વેત મહિલા ગવર્નર બનવા જઈ રહ્યા છે. બીજી તરફ, ફ્લોરિડામાં રિપબ્લિકન સાંસદ બાયરન ડોનાલ્ડ્સે ગવર્નરની ચૂંટણી જીતી લીધી છે, જેઓ ફ્લોરિડાના પ્રથમ અશ્વેત ગવર્નર બનશે. આ બંને પરિણામોને અમેરિકી રાજકારણમાં મોટા ઐતિહાસિક બદલાવ તરીકે જોવામાં આવી રહ્યા છે.
ભારતીય મૂળના પિયા ડાંડિય, સુહાસ સુબ્રમણ્યમનો થયોઐતિહાસિક વિજય
ડેમોક્રેટિક પક્ષના ભારતીય મૂળના ઉમેદવાર પિયા ડાંડિયાએ ફ્લોરિડાની 22મી કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી શાનદાર વિજય મેળવ્યો છે. ફ્લોરિડા જેવા રિપબ્લિકન પ્રભુત્વ ધરાવતા રાજ્યમાં તેમની જીતને ડેમોક્રેટ્સ માટે મોટો વિજય માનવામાં આવે છે. આ ઉપરાંત વર્જિનિયાના 10મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી પૂર્વ પ્રમુખ બરાક ઓબામાના વરિષ્ઠ સલાહકાર રહી ચૂકેલા 40 વર્ષીય સુહાસ સુબ્રમણ્યમે ફરી એકવાર વિજયી પતાકા લહેરાવી છે. તેમણે 61.5% મત મેળવીને રિપબ્લિકન ડેવ બેકવિથ (36.4%) ને ધૂળ ચાટતા કર્યા હતા.
અમેરિકાના બંને ગૃહો પર ડેમોક્રેટ્સનો કબજો
અમેરિકાની મિડ ટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ મોટો ધમાકો કર્યો છે. બંને ગૃહોમાં બહુમતી પ્રાપ્ત કરી લીધી છે. અમેરિકન મીડિયાના અહેવાલ અનુસાર ટ્રમ્પ માટે આ મોટો ઝટકો ગણાવાઈ રહ્યો છે. હવે અમેરિકન સેનેટ અને અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ એમ બંને ગૃહોમાં ડેમોક્રેટ્સનો દબદબો દેખાશે. જેના કારણે ટ્રમ્પ સરકારને તેના નિર્ણયો લાગુ કરવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી શકે છે.
————————-






