ભારતના ચૂંટવી એ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયાના મદમાં વધુ એક નિર્ણય લીધો છે. પંચે ફોર્મ 6 માંથી એક વિવાદાસ્પદ કોલમ જેને ગેરકાયદેમા ગણવામાં આવી હતી, તેને દૂર કરી દીધી છે.
ચૂંટણી પંચના તાજેતરના નિર્દેશ મુજબ, જે રાજ્યોમાં હાલમાં SIR પ્રક્રિયા ચાલી રહી છે, ત્યાં પણ નવા મતદારોએ ECINet પોર્ટલ પર ફોર્મ-6 અને SIR સંબંધિત ફોર્મ અલગ-અલગ ભરવા પડશે. અગાઉ, ફોર્મ-6માં SIR અંગે એક ફરજિયાત ઘોષણા કોલમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો અને આ કોલમને ‘ગેરકાયદેસર’ તથા પ્રસ્થાપિત નિયમોની વિરુદ્ધ ગણાવી હતી; પરિણામે, તેને દૂર કરવામાં આવી છે. ECINet પોર્ટલ પર નવા મતદારોની નોંધણી માટે ફોર્મ-6નો ઉપયોગ થાય છે. ચૂંટણી પંચે અગાઉ આ ફોર્મના વિભાગ ) અને K ની વચ્ચે એક કોલમ ઉમેરી હતી, જેમાં અરજદારોએ આપેલા 3 વિકલ્પોમાંથી એક પસંદ કરવાનું રહેતું હતું. અરજદારોને પૂછવામાં આવ્યું હતું કે શું તેમનું નામ વર્ષ 2000 પછી હાથ ધરવામાં આવેલી કોઈ SIR પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાં હતું, અથવા શું તેમના માતા-પિતા કે દાદા-દાદી/નાના-નાની પૈકી કોઈનું નામ આવી મતદાર યાદીમાં હતું.
વૈકલ્પિક રીતે, તેમણે એ સ્પષ્ટ કરવાનું હતું કે શું અગાઉની SIR પ્રક્રિયા દરમિયાન તેમનું પોતાનું કે તેમના માતા-પિતાનું નામ મતદાર યાદીમાં નહોતું. અગાઉ, આ ત્રણ પ્રશ્નોમાંથી કોઈ એકનો જવાબ આપ્યા વિના અરજદાર આગળ વધી શકતા નહોતા; પરંતુ હવે આ કોલમ દૂર કરી દેવામાં આવી છે. હવે ફોર્મ-6નો ઉપયોગ માત્ર મતદાર નોંધણી માટે જ થશે. ‘નાગરિકતા/રહેઠાણની સ્થિતિ અંગેની ઘોષણા’ (SIR) માટે પોર્ટલ પર એક અલગ ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ નવા નિર્ણય વિશે જાણ કરવામાં આવી છે અને તેમને આ આદેશની નકલો પણ મોકલવામાં આવી છે. આ નિર્દેશ એવા વિસ્તારોમાં પણ લાગુ થશે જ્યાં હાલમાં SIR સંબંધિત જરૂરિયાત અમલમાં છે.






