દિલ્હી, પંજાબ, હરિયાણા અને હિમાચલ સહિત ઉત્તર ભારતના 13 રાજ્યોમાં આજે ગાઢ ધુમ્મસનું એલર્ટ છે. જમ્મુ-કાશ્મીરમાં સતત તાપમાન ઘટી રહ્યું છે. ગુરુવારે કુલગામમાં ઝાડ પર વરસાદનું પાણી જામી ગયું. અહીં તાપમાન માઇનસમાં ચાલી રહ્યું છે.
રાજસ્થાનના 4 જિલ્લાઓમાં તાપમાન 5 ડિગ્રીથી નીચે આવી ગયું છે. હવામાન વિભાગે અહીં આજથી શીતલહેરનું એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ, પૂર્વીય પવનોની અસરને કારણે આગામી 2 દિવસ કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ભારતમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. આંધ્ર પ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લામાં તાપમાન 9.6°C પર પહોંચી ગયું છે, જ્યારે ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી પણ ઓછી રહી.
28 અને 29 નવેમ્બર દરમિયાન દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસનું એલર્ટ છે. રાજસ્થાનમાં સતત બીજા દિવસે શીત લહેરનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આંધ્ર પ્રદેશ અને રાયલસીમામાં તેજ પવન ફૂંકાઈ શકે છે.






