નવરાત્રી મહાપર્વનો પ્રારંભ થતાની સાથેજ રાજ્ય ભરના દેવી મંદરો અને શકિત પીઠે દુર દૂરથી વિવિધ સંઘ આવી રહ્યા છે.
ભાવનગરના નગર દેવી એવા રાજપરા ખોડીયાર મંદિરે પણ આજે પહેલાં નોરતે હજારો ભાવિકો સાથેના અનેક સંઘ આવી પહોંચ્યા હતા. જેમાં રાજ્યના વિવિધ જિલ્લા ઉપરાંત મુંબઈ સહિતના સ્થળો પરથી પગપાળા સંઘ આજે સવારે જ ખોડીયાર મંદિરે પહોંચ્યા હતા ઢોલ નગારા અને માતાજીના ગરબા ગાતા પહોંચેલા સંઘના હજારો ભાવિકોએ ખોડીયાર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આમ હવે નવરાત્રીના નવેય દિવસ દરરોજ અલગ અલગ સ્થળોએથી સંઘ આવશે અને દરરોજ હજારો ભાવિકો માતાજીના દર્શન કરી પાવન બનશે. ભાવનગર શહેર અને જિલ્લાભરના લોકો પણ નવરાત્રી દરમિયાન એકાદ વખત ખોડીયાર મંદિર જઈને દર્શનનો લાભ લેવાનું ચુકશે નહી.