અમેરિકાના નોર્થ સાઉથ કેરોલિનામાં રવિવારે રાત્રે એક ઘરમાં થયેલા ગોળીબારમાં પાંચ લોકોના મોત થયા છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે.સ્પાર્ટનબર્ગ કાઉન્ટીના કોરોનર રસ્ટી ક્લેવેન્જરે એક નિવેદનમાં જણાવ્યું કે, સ્પાર્ટનબર્ગ કાઉન્ટીના ડેપ્યુટી અને ઈમરજન્સી કર્મચારીઓને ઈનમાનમાં એક ઘરમાંથી 4 લોકો મૃત મળી આવ્યા હતા. જેઓને ગોળી વાગેલી હતી. સાઉથ કોરોલિનાના કોલંબિયાથી ઇનમાન લગભગ 160 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં છે. અધિકારીઓએ જણાવ્યું કે, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને પાંચમાનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મોત થયું હતું.