પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણીના પ્રથમ તબકકા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ છે. આમ ચૂંટણીના પ્રથમ તબક્કાનું કામકાજ પૂરુ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં ફોર્મ પરત ખેંચવામાં આવ્યા પછી કુલ 788 ઉમેદવારો નોંધાયા છે.
પ્રથમ તબક્કામાં ફોર્મ પરત ખેંચવામાં આવ્યા પછી કુલ 788 ઉમેદવારો નોંધાયા છે. બીજા તબક્કામાં 1515 ઉમેદવારના ફોર્મ ભરાયા છે. તેમા ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 21 નવેમ્બર છે.
પ્રથમ તબક્કાની વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 હજાર 362 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. સૌથી વધુ ઉમેદવારી ફોર્મ સુરત જિલ્લામાં ભરાયા છે. સુરતની 16 બેઠકો માટે 256 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જ્યારે રાજકોટ, જામનગર અને ભાવનગરમાં 110થી વધુ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જ્યારે ડાંગની 1 બેઠક પર સૌથી ઓછા 11 ફોર્મ ભરાયા છે. પ્રથમ તબક્કામાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા સહિત અનેક નેતાઓએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.