નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગર દ્વારા શહેરના જવાહર મેદાન ખાતે પૂજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન કરાયું છે જેમાં આજે કથાના પ્રારંભે ભાવનગર પશ્ચિમ બેઠક પરથી સતત ત્રીજી વખત ધારાસભ્ય તરીકે ચુંટાતા જીતુભાઈ વાઘાણી કથા સ્થળે પહોંચ્યા હતા અને મોરારીબાપુના શુભાષિશ મેળવ્યા હતા આ પ્રસંગે કથાના યજમાન જયંતભાઈ વનાણી (બુધાભાઈ પટેલે) જીતુભાઈ વાઘાણીને આવકાર્યા હતા. આજે કથામાં આમંત્રીતો, ઉદ્યોગપતિઓ, શિપબ્રેકરો અને નગરજનોએ કથા શ્રવણનો લાભ લીધો હતો.
ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના બુધાભાઈ પટેલ દ્વારા પૂજ્ય મોરારીબાપુની રામકથાનું તારીખ ૩ થી ૧૧ ડિસેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ હજારો ભાવિકો કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે કથાના આજે સાતમા દિવસે કથા પ્રારંભે ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય પદે સતત ત્રીજી વખત ચૂંટાતા જીતુભાઈ વાઘાણી આવી પહોંચ્યા હતા અને મોરારીબાપુના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે કથાના યજમાન એવા જયંતભાઈ વનાણી સહિત તેમના પરિવારે જીતુભાઈ વાઘાણીને આવકાર્યા હતા. આજે કથા પ્રારંભે ભાવનગરના અગ્રણી ઉદ્યોગપતિઓ, શિપબ્રેકરો તેમજ આમંત્રિતો સહિતે પણ મોરારીબાપુના આશીર્વાદ મેળવ્યા હતા. આજે કથા દરમિયાન પૂજ્ય મોરારીબાપુએ રામકથાના પ્રસંગો ઉપરાંત વિવિધ દ્રષ્ટાંતો સાથે પોતાની અમૃતવાણી પીરસી હતી. રામકથાની પૂર્ણાહુતિ આગામી તારીખ ૧૧ ને રવિવારે કરવામાં આવશે. આજે કથા દરમિયાન હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કથા શ્રવણનો લાભ લીધો હતો.