Thursday, April 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

બહાર કરતાં આંતર વિશ્વ વિરાટ છે, એકવાર સમજાય તો શાશ્વત શાંતિ મળી શકે

લોકભારતી સણોસરા ખાતે વાર્ષિકોત્સવ અને નાનાભાઈ સ્મારક વ્યાખ્યાન માળામાં કેળવણીકાર હરેશભાઇ ધોળકિયાએ કરી છણાવટ

aaspassdaily by aaspassdaily
2022-12-21 13:51:31
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે વાર્ષિકોત્સવ અને નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા કાર્યક્રમ યોજાઈ ગયો. અહી કેળવણીકાર લેખક હરેશભાઈ ધોળકિયાએ વ્યાખ્યાન આપતા કહ્યું કે, માણસની કાયમી મથામણ સુખની શોધ માટેની રહી છે, જે પોતાની અંદર જ છે, જે ઉપનિષદ દ્વારા સમજાય છે.
‘પરિવર્તનશીલ જગતમાં ભારતીય દર્શન’ વિષય પર જાણિતા કેળવણીકાર લેખક હરેશભાઈ ધોળકિયાએ વ્યાખ્યાન આપતા હળવી વાત, સાંપ્રત પ્રવાહો અને તત્વદર્શન કરાવતાં રસાળ શૈલીમાં સમજાવ્યું કે, માણસની કાયમી મથામણ સુખની શોધ માટેની રહી છે, જે પોતાની અંદર જ છે, જે ઉપનિષદ દ્વારા સમજાય છે. બહારના આનંદનો અંત હોય છે, તે મર્યાદિત છે, તેમાં કાયમી સુખ નથી, અંદરના જગતમાં શાશ્વત સુખ આનંદ રહેલ છે. બહાર કરતાં આંતર વિશ્વ વિરાટ છે, એકવાર સમજાય તો શાશ્વત શાંતિ મળી શકે.
પોતાની જાતને ઓળખવા પર ભાર મૂકી આ માટે દુનિયામાં શ્રેષ્ઠ તત્ત્વદર્શન ભારતીય તત્ત્વજ્ઞાન છે. વેદ એ ઋષિઓને મળેલા આનંદની અભિવ્યક્તિ છે. વેદ, ઉપનિષદ, ગીતા, પુરાણના ટુંક દર્શન સાથે મહાવીર, બુધ્ધ, ગાંધીજી, કૃષ્ણમૂર્તિજી સહિત વિવિધ માનવ પ્રતિભાઓનો ઉલ્લેખ કરી ધર્મ અધ્યાત્મના સંબંધ અંગે છણાવટ કરી. વ્યાખ્યાનના બીજા સત્રમાં હરેશભાઈ ધોળકિયાએ બ્રહ્મ, જગત, તત્ત્વ અંગે ગહન સમજ આપી. આ સાથે કેટલીક ધાર્મિક માન્યતાઓ સામે પ્રકાશ પાડ્યો. કાર્યક્રમ પ્રારંભે લોકભારતીના વડા અરુણભાઈ દવેએ માગશર વદ ૧૨ ઉજવણી સંદર્ભે નઈ તાલીમ અને નવી કેળવણી માટે થયેલા કાર્યોનો સંતોષ વ્યક્ત કરી અહી ગાંધી મૂલ્યો સાથે સંવેદનાના સભર ભણાવાતાં પાઠોની વિગતો આપી અહી ‘શ્રમ’ એ ભાર નહિ ‘કેળવણી’ હોવાનું જણાવ્યું.
વ્યાખ્યાન આપતા મુખ્ય મહેમાન હરેશભાઈ ધોળકિયા વિશે ભદ્રાયુભાઈ વછરાજાનીએ પરિચય આપતાં તેમના કેળવણીકાર, વક્તા, વાચક તેમજ સરળ સ્વભાવ ભાવુક તરીકે ઓળખ પરિચય આપેલ. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરાના વાર્ષિકોત્સવ પ્રસંગે સંસ્થાના શિક્ષણ કેળવણી અંગેના થયેલા આયોજનો અંગે નિયામક હસમુખભાઈ દેવમુરારી વાર્ષિક નિવેદન રજૂ કરેલ. પ્રથમ બેઠકના સંચાલનમાં વિશાલ ભાદાણી રહ્યા હતા. આ પ્રસંગે આવેલા સંદેશાનું વાચન કાંતિભાઈ ગોઠીએ કર્યું હતું.

Tags: lokbharatisanosaravyakhyan
Previous Post

પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદમાં થશે : આયોજન સંદર્ભે મળેલી બેઠક

Next Post

અમે ઇચ્છીએ કે બંને તરફથી યુદ્ધ ખતમ થાય- ઝેલેન્સ્કી

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન સરહદમાંથી ઘૂસેલા ૧૨ આતંકવાદીઓને ઈરાને ઠાર માર્યા

April 23, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ બાદ ઈરાનની ઇન્ટરનેટ સેવા ખોરવવાની ચેતવણી

April 23, 2026
તાજા સમાચાર

ઓપરેશન સિંદૂર યથાવત…જમ્મુ કાશ્મીરમાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાશે

April 23, 2026
Next Post
અમે ઇચ્છીએ કે બંને તરફથી યુદ્ધ ખતમ થાય- ઝેલેન્સ્કી

અમે ઇચ્છીએ કે બંને તરફથી યુદ્ધ ખતમ થાય- ઝેલેન્સ્કી

જયરાજસિંહ જાડેજાના મહાસંમેલનને લઇ રીબડામાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ

જયરાજસિંહ જાડેજાના મહાસંમેલનને લઇ રીબડામાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.