પાલીતાણા તાલુકાના વાળુકડ ગામમાં રહેતા યુવાન ઉપર ગામમાં રહેતા શખ્સે છરી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ પાલીતાણા તાલુકાના વાળુકડ ગામમાં રહેતા દુલાભાઈ હિંમતભાઈ મકવાણાને ગામમાં આવેલ લોક વિદ્યાલય સંસ્થામાં મજૂરી કામેથી કાઢી મૂકવામાં આવ્યા હોય, આ ગામમાં રહેતા રમેશભાઈ પોપટભાઈ ગોહિલ ( ઉં. વ. ૪૦ ) ના પત્ની અને કાકા સહિતના સંસ્થામાં કામે જતા હોય જે વાત દુલાભાઈ મકવાણાને પસંદ ન હતી.આ બાબતે અગાઉ માથાકૂટ પણ થઈ હતી અને અરજી આપેલ હોય તેની દાઝ રાખી ગઈકાલે રમેશભાઈ બજારમાં ગયા હતા ત્યારે દુલાભાઈ મકવાણાએ રમેશભાઈને ગાળો આપી છરીના બે ઘા ઝીંકી દેતા તેમને સારવાર અર્થે પ્રથમ પાલીતાણા અને ત્યારબાદ ભાવનગર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે રમેશભાઈ ગોહિલે પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.