Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભગવાન માટે બધા સમાન છે, જાતિ-સમુદાય પંડિતોએ બનાવ્યાં -મોહન ભાગવત

અંતરાત્મા, ચેતના બધા એક છે, તેમાં કોઈ તફાવત નથી, માત્ર મંતવ્યો અલગ છે.

aaspassdaily by aaspassdaily
2023-02-06 11:23:11
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જાતિવાદને લઈને મોટું નિવેદન આપ્યું છે. ભાગવતે કહ્યુ છે કે, જાતિ, સંપ્રદાય પંડિત-પૂજારીઓએ બનાવ્યો છે જે ખોટું છે. આપણા સમાજના વિભાજનનો હંમેશા અન્ય લોકોએ ફાયદો ઉઠાવ્યો છે. એ જ રીતે ફાયદો ઉઠાવીને આપણા દેશમાં હુમલા થયા અને બહારથી લોકો આવ્યાં જેમણે અમારો ફાયદો ઉઠાવ્યો. ભાગવતે કહ્યું કે, જ્યારે આપણે આજીવિકા મેળવીએ છીએ ત્યારે સમાજ પ્રત્યે આપણી જવાબદારી છે. જ્યારે દરેક કામ સમાજ માટે થાય છે તો પછી કોઈ પણ કાર્ય મોટું કે નાનું કે અલગ કેવી રીતે હોઈ શકે?
સંઘ પ્રમુખે કહ્યુ છે કે, ‘ભગવાને હંમેશા કહ્યું છે કે તેના માટે દરેક સમાન છે અને તેના માટે કોઈ જાતિ, સંપ્રદાય નથી, તે પૂજારીઓએ બનાવ્યો છે જે ખોટું છે. દેશમાં અંતરાત્મા, ચેતના બધા એક છે, તેમાં કોઈ તફાવત નથી, માત્ર મંતવ્યો અલગ છે. અમે ધર્મ બદલવાની કોશિશ નથી કરી, જો બદલાય તો ધર્મ છોડી દેવો જોઈએ.’
મોહન ભાગવતે કહ્યુ છે કે, ‘ડો. બાબાસાહેબ આંબેડકર જેવા સંતો અને જાણીતા લોકોએ સમાજમાં પ્રવર્તતી અસ્પૃશ્યતાનો વિરોધ કર્યો હતો. અસ્પૃશ્યતાથી પરેશાન થઈને ડૉ. આંબેડકરે હિંદુ ધર્મ છોડી દીધો પરંતુ તેમણે અન્ય કોઈ ધર્મ અપનાવ્યો નહીં અને ગૌતમ બુદ્ધ દ્વારા બતાવેલો માર્ગ પસંદ કર્યો હતો. તેમના ઉપદેશો ભારતની વિચારસરણીમાં પણ ઊંડે સુધી જડિત છે.’
લોકોને તમામ પ્રકારના કામનો આદર કરવા વિનંતી કરતા ભાગવતે તેમને નોકરીની પાછળ દોડવાનું બંધ કરવા કહ્યું હતું. તેમણે કહ્યુ છે કે, ‘વિશ્વનો કોઈ પણ સમાજ 30 ટકાથી વધુ રોજગારીનું સર્જન કરી શકતો નથી. લોકો જે પણ પ્રકારનું કામ કરે છે, તેનું સન્માન કરવું જોઈએ. શ્રમ પ્રત્યે આદરનો અભાવ એ સમાજમાં બેરોજગારીનું મુખ્ય કારણ છે. કામ માટે શારીરિક શ્રમ કે બુદ્ધિમત્તાની જરૂર હોય, સખત મહેનતની જરૂર હોય કે સોફ્ટ સ્કિલની જરૂર હોય – બધાનું સન્માન કરવું જોઈએ.’

Advertisement
Tags: indiamohan bhagvat about cast
Previous Post

પેરોલ પર મુક્ત ગુરમીત રામ રહીમે ‘દેશ કી જવાની’ આલ્બમ રિલીઝ કર્યું

Next Post

રામલલાની મૂર્તિ તૈયાર કરવા માટે ન છીણી, ન હથોડી…!!

aaspassdaily

aaspassdaily

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
રામલલાની મૂર્તિ તૈયાર કરવા માટે ન છીણી, ન હથોડી…!!

રામલલાની મૂર્તિ તૈયાર કરવા માટે ન છીણી, ન હથોડી…!!

જંત્રી દર રાતોરાત ન વધારો, સમય આપો : મુખ્યમંત્રીને બિલ્ડરોના સંગઠન ક્રેડાઈની રજુઆત

જંત્રી દર રાતોરાત ન વધારો, સમય આપો : મુખ્યમંત્રીને બિલ્ડરોના સંગઠન ક્રેડાઈની રજુઆત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.