રાજ્યમાં આ વર્ષે ફેબ્રુઆરી મહિનાના જ ગરમીએ છેલ્લા 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 16 ફેબ્રુઆરીનો દિવસ છેલ્લા 7 વર્ષમાં સૌથી વધુ ગરમ દિવસ રહ્યો હતો. ગઇકાલે અમદાવાદમાં ગરમીનો પારો 6.7 ડિગ્રીથી વધીને 37 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. મહત્વનું છે કે, 20 ફેબ્રુઆરી સુધી ગરમીનો પારો 38 ડિગ્રીને પાર જવાની શક્યતા છે.
ગુજરાતમાં જાણે ઉનાળાનું આગમન થઈ ચૂક્યું હોય તેમ બપોરના સમયે અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ગઇકાલે ગુજરાતમાં ગરમીએ છેલ્લા 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ગઇકાલે ડિસા, કંડલા એરપોર્ટ, કેશોદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. મહત્વનું છે કે, આગામી દિવસોએ દિવસે આકરી ગરમી અને રાત્રે હળવી ઠંડી અનુભવાશે.
રાજ્યમાં ગઇકાલે પડેલી અંગ દઝાડતી ગરમી વચ્ચે અમદાવાદમાં ગરમીનો પારો 6.7 ડિગ્રીથી વધીને 37 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. આ તરફ હવે 20 ફેબ્રુઆરી સુધી ગરમીનો પારો 38 ડિગ્રીને પાર જવાની શક્યતા છે. નોંધનીય છે કે, ગઇકાલે 40.3 ડિગ્રી સાથે ભુજ બન્યું રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું.
રાજ્યમાં ગરમીમાં વધારો શરૂ થઈ ગયો છે. જેને લઈ ગરમીનો પારો સામાન્યથી 6.7 ડિગ્રી વધી 37ને પાર પહોંચ્યો છે. નોંધનીય છે કે, 20 ફેબ્રુઆરી સુધીમાં શહેરમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે. રાજ્યમાં પવનની દિશા બદલાઈને ઉત્તરથી ઉત્તર પૂર્વ થતાં ગરમીમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ હવે દિવસે આકરી ગરમી અને રાત્રે હળવી ઠંડી અનુભવશે.