ગાંધીનગર મહેસુલ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં મહેસુલ ખાતામાં વધુ એક સેવા ઓનલાઈન કરવામાં આવી છે. હયાતીમાં હક્ક દાખલ ફેરફારની નોંધની અરજી હવેથી ઓનલાઈન જ કરી શકાશે. આ નિર્ણય ના કારણે હવે વહીવટી પ્રક્રિયાને સરળ અને ઝડપથી નોંધ થઈ શકે તે માટે ઓનલાઈન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મહત્વનું છે મહેસૂલ વિભાગ દ્વારા આ અંગે વિસ્ચૃત વિગતો સાથે એક પરીપત્ર જાહેર કર્યો છે.જેને લઈને હવે અરજદારોને હવે મહત્વની ગણાતી આ અરજી માટે કચેરીના ધક્કા ખાવા બંધ થશે અને ઘેરબેઠા જ આ અરજી કરી શકાશે.
હક્કપત્રકને ફેરફાર રજીસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે મિલ્કત / જમીનમાં જે ફેરફાર થાય છે. ત્યારે આ પ્રક્રિયા અનુસરવાણી થતી હોય છે. જેમાં વેચાણ, તબદીલી, બક્ષીસ ગિરો વિગેરે પ્રસંગોએ હક્કપત્રકમાં ફેરફાર નોંધ પાડવામાં આવે છે તે રીતે જ્યારે ખાતેદાર / મિલ્કતધારકનું મૃત્યુ થાય ત્યારે પણ જે કાનુની જોગવાઈ કરાઈ છે તે પ્રમાણે ત્રણ મહિનાની અંદર ખાતેદારના મૃત્યુની જાણ મરણના દાખલા સાથે સબંધિત તલાટી / ઈ-ધરા મામલતદાર કચેરી કે સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટને અરજી કરવી ફરજિયાત હોય છે. જો ત્રણ માસમાં આવી જાણ કરવામાં ન આવે તો દંડ પણ થતો હોય છે.