ભાવનગર, તા.૧૩
ધોરણ 10 – 12 બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ કોલેજની પરીક્ષાઓ શરૂ થનાર છે તે પૂર્વે પાલીતાણા તાલુકાના વાળુકડ ખાતેની લોક વિદ્યાલય હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરતી કોલેજની વિદ્યાર્થીનીએ આજે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે લોક વિદ્યાલય હોસ્ટેલમાં રહી કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી અને તળાજા તાલુકાના ગોરખી ગામે રહેતી 21 વર્ષની વિદ્યાર્થીનીએ હોસ્ટેલની અગાસીમાં આવેલ પાણીના ટાંકામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.
આજે સવારે તેની લાશ બહાર કાઢવામાં આવી હતી. અને પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો આગામી દિવસોમાં પરીક્ષાઓ શરૂ થનાર હોય ત્યારે જ વિદ્યાર્થીનીએ કરેલા આપઘાતથી સમગ્ર હોસ્ટેલમાં ચકચાર મચી જવા પામી છે વિદ્યાર્થીનીના આપઘાતની ઘટનાને લઈને પાલીતાણા રૂરલ પોલીસ સીસીટીવી ફૂટેજ તેમજ સુસાઇડ નોટ સહિત મેળવવા તપાસમાં લાગી ગયેલ છે. પોલીસે જરૂરી કેસ કાગળો તૈયાર કરી ગુનો નોંધી લાશને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.