હાલ કર્ણાટકમાં ચૂંટણી યોજાઇ છે ત્યારે સુરતમાંથી પોલિએસ્ટર કાપડ અને તેની પ્રિન્ટિંગ સસ્તું હોવાના કારણે મોટાભાગના રાજકીય પક્ષો પોતાના ચૂંટણીલક્ષી મટિરીયલ જેવા કે ઝંડા, ટોપી અને ખેસ સહિતનું પ્રિન્ટિંગ સુરતમાંથી જ કરાવે છે. અંદાજિત 50 કરોડ રૂપિયાના ઓર્ડર સુરતના કાપડ વેપારીઓને મળ્યા હોય તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં પણ ત્રણ રાજ્યોની ચૂંટણી છે ત્યારે 200 કરોડ રૂપિયાના ઓર્ડર કાપડ વેપારીને મળે તેવી સંભાવના છે.
કર્ણાટકમાં વિધાનસભાની યોજાનારી છે ત્યારે સુરતના વેપારીઓને પણ 50 કરોડ રૂપિયાના ઝંડા, ખેસ અને ટોપી સહિત અન્ય સામગ્રી માટે ઓર્ડર મળ્યા છે. જે મોટા ભાગે પૂરા થઇ મોકલી આપવામાં આવ્યા છે આગામી દિવસોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ મોટા રાજ્યો છે.

આગામી દિવસોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ મોટા રાજ્યો છે. અહીં ચૂંટણી દરમિયાન તમામ પાર્ટીઓ જોર-શોરથી પ્રચાર પ્રસાર કરે છે. અહીંના કાર્યકર્તાઓ સુરતના કાપડ માર્કેટ વિશે ખૂબ સારી રીતે સમજે છે. તેથી ત્રણેય રાજ્યોમાંથી 200 કરોડનો વેપાર મળે તેવી શક્યતા છે.
સુરત પોલિયેસ્ટર કાપડનું મોટું હબ છે. અહીં કાપડ તૈયાર કરવાથી માંડી પ્રિન્ટિંગ સુધીની તમામ પ્રક્રિયા સસ્તા દરે થઇ રહે છે. તેથી ચૂંટણી પાર્ટીઓને જોઇએ તેવો માલ સરળતાથી અને બજેટમાં પાર્ટીઓને મળી રહે છે. નાની પાર્ટીથી લઇ મોટી રાજકીય પાર્ટી તમામ પાર્ટીના કાર્યકર્તાઓ અને દાવેદારો ચૂંટણીના બે મહિના પહેલાથી અહીંના વેપારીઓનો સંપર્ક શરૂ કરે છે. ઓર્ડર પણ રોકડેથી આપે છે.






