Realme Narzo N53 Launch Date: ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ Realme ટૂંક સમયમાં નવો ફોન લોન્ચ કરવાની છે. કંપની 18 મેના રોજ ભારતમાં Narzo સિરીઝનો સૌથી થીન સ્માર્ટફોન લોન્ચ કરશે. બ્રાન્ડે ઓફિશિયલ રીતે Realme Narzo N53 ને ટીઝ કર્યું છે. ફોનના સ્પેસિફિકેશન વિશે વધુ માહિતી નથી, પરંતુ તેની ડિઝાઇન સામે આવી છે.
અગાઉ, કંપનીએ Narzo સીરિઝનો બીજો ફોન – Narzo N55 લોન્ચ કર્યો હતો. આ હેન્ડસેટની કિંમત રૂ.10,999 થી શરૂ થાય છે. Realme Narzo N53 માં, કંપનીનું ધ્યાન ઓછા બજેટમાં સારી કેમેરા ક્વોલિટી પ્રોવાઇડ કરવા પર રહેશે.
શું હશે કિંમત?
કંપનીના મતે તે વેલ્યુ ફોર મની ડિવાઈસ હશે. નામ અને નંબરના હિસાબે ક્લીયર છે કે આ ફોન Narzo N55ની નીચેના સેગમેન્ટમાં આવશે. એટલે કે, કંપની તેને 10,000 રૂપિયાથી ઓછી શરૂઆતની કિંમતે લોન્ચ કરી શકે છે. બ્રાન્ડે આ સ્માર્ટફોનનો ફોટો પણ શેર કર્યો છે, જેમાં ફોનનો ગોલ્ડન કલર વેરિઅન્ટ બતાવવામાં આવ્યો છે.
બેક કેમેરા મોડ્યુલમાં ત્રણ કટ-આઉટ છે, જેમાં બે કેમેરા અને એક LED ફ્લેશ લાઇટ હશે. જો કે, એવું લાગે છે કે ત્રણેય કેમેરા છે. રાઇડ સાઇડમાં વોલ્યુમ અને પાવર બટન બંને મળશે.
સ્પેશિફિકેશન શું હોઈ શકે?
કંપની પાવર બટન પર જ ફિંગરપ્રિન્ટ સેન્સર આપશે. ટિપસ્ટર્સ અનુસાર, ફોનને 6GB રેમ ઓપ્શન સાથે લોન્ચ કરી શકાય છે. તેની સાથે વર્ચ્યુઅલ રેમનો ઓપ્શન પણ મળશે. હેન્ડસેટ 33W ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. કંપની રિટેલ બોક્સમાં ફોનની સાથે ચાર્જર પણ આપી શકે છે.
ફોનના સ્પેસિફિકેશન કંઈક અંશે Narzo N55 જેવા જ છે. N55માં 5000mAh બેટરી અને 33W ચાર્જિંગ પણ છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ તેમની Narzo સિરીઝનો સૌથી થીન ફોન હશે. Realme એ આ ફોનની લોન્ચિંગ તારીખ જાહેર કરી છે. આ સ્માર્ટફોન ભારતમાં 18 મેના રોજ લોન્ચ થશે. તેનો સેલ એમેઝોન પર થશે.





