Monday, June 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વિશ્વના શક્તિશાળી દેશોના G-7 ગ્રુપમાં મળી શકે છે ભારતને સ્થાન

19-21 મે દરમિયાન જાપાનમાં યોજાનારી બેઠક દરમિયાન જૂથના વિસ્તરણ પર પણ ચર્ચા થવાની અપેક્ષા

aaspassdaily by aaspassdaily
2023-05-19 10:18:32
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતને વિશ્વના શક્તિશાળી દેશોના G-7 ગ્રુપમાં એન્ટ્રી મળી શકે છે. 19-21 મે દરમિયાન જાપાનમાં યોજાનારી બેઠક દરમિયાન જૂથના વિસ્તરણ પર પણ ચર્ચા થવાની અપેક્ષા છે. ગ્રુપમાં ભારત, ચીન અને બ્રાઝિલને સામેલ કરવા અને તેને G-10 અથવા D-10 નામ આપવા માટે G-7 દેશોમાં વાતચીત ચાલી રહી છે.
આ ગ્રુપની શરૂઆત વર્ષ 1975માં થઈ હતી
G-7માં હાલમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ સામેલ છે. આ ગ્રુપની શરૂઆત વર્ષ 1975માં થઈ હતી. પછી તે G-6 થયું હતું. કેનેડા પાછળથી જોડાયું હતું. અગાઉ રશિયા પણ તેમાં હતું, પરંતુ 2014માં ક્રિમિયા પર હુમલાને કારણે તેને હટાવી દેવામાં આવ્યું હતું. વર્તમાન G-7 જૂથ વિશ્વની અર્થવ્યવસ્થાના 45 ટકાને આવરી લે છે પરંતુ વસ્તીના માત્ર 10 ટકા છે. આથી તેના વિસ્તરણની જરૂરિયાત અનુભવાઈ છે.
મોટી અર્થવ્યવસ્થાઓને સામેલ કરીને G-10 અથવા D-10 (લોકશાહી-10) નામ આપવાનો પ્રસ્તાવ
આમાં ભારત, ચીન અને બ્રાઝિલ જેવી મોટી અર્થવ્યવસ્થાઓને સામેલ કરીને G-10 અથવા D-10 (લોકશાહી-10) નામ આપવાનો પ્રસ્તાવ છે. જો કે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. G-7નું મુખ્ય ધ્યાન વિશ્વની સામેના પડકારો, ખાસ કરીને શાંતિની સ્થાપના, સુરક્ષાની સ્થાપના, આતંકવાદ સામે લડવા, શિક્ષણ-સ્વાસ્થ્ય અને પર્યાવરણીય મુદ્દાઓ પરના ઉકેલો શોધવા પર છે, જ્યારે G-20 વિશ્વને લગતા મુદ્દાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.
જાપાનમાં આયોજિત G-7 પરિષદના આઉટરીચ સત્રમાં ભારતને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પહેલા પણ તેને નવ વખત આમંત્રણ આપવામાં આવ્યું છે. આમાં 2003માં ફ્રાન્સ, 2005માં યુકે, 2006માં રશિયા, 2007માં જર્મની, 2008માં જાપાન, 2009માં ઇટાલી, 2019માં ફ્રાન્સ, 2021માં યુકે અને 2022માં જર્મનીનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકોમાં ભારતના તત્કાલિન વડાપ્રધાનોએ હાજરી આપી હતી. ભારત ઉપરાંત, જાપાને જે આઠ સહયોગી દેશોને આમંત્રણ આપ્યું છે તેમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કોમોરોસ, કૂક આઇલેન્ડ્સ, ઇન્ડોનેશિયા, કોરિયા અને વિયેતનામનો સમાવેશ થાય છે. આ સિવાય સાત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ છે.
પીએમ મોદી ત્રણ સત્રમાં ભાગ લેશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ આઉટરીચ સત્રોમાં ભાગ લેશે, એક ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, વિકાસ અને લિંગ મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવા પર, એક ટકાઉ વિકાસ, આબોહવા, ઉર્જા પર્યાવરણ પર અને ત્રીજો શાંતિપૂર્ણ, સમૃદ્ધ વિશ્વના નિર્માણ પર. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન અલગ-અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં ભારતીય પ્રતિનિધિમંડળ પણ ભાગ લેશે.

Previous Post

ટ્વિટર બ્લૂ સબ્સક્રાઇબર અપલોડ કરી શકશે 2 કલાકનો વીડિયો

Next Post

રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસિયાનું નિધન

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post
રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસિયાનું નિધન

રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી.વઘાસિયાનું નિધન

સપ્ટેમ્બર મહિના સુધીમાંપોલીસ ભરતીની ફીઝીકલ પરીક્ષા

સપ્ટેમ્બર મહિના સુધીમાંપોલીસ ભરતીની ફીઝીકલ પરીક્ષા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.