બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે સુરતમાં દિવ્ય દરબાર યોજવાના છે. આ દિવ્ય દરબાર માટે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં પહોંચી ચુક્યા છે. આ દિવ્ય દરબારમાં 2 લાખથી વધુ લોકો આવવાની શક્યતા છે. ત્યારે સુરતમાં આગમન સાથે જ પ્રજાના પ્રેમને જોઈ બાબાએ તેમને પાગલ કહીને સંબોધ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ જય દ્વારકાધીશ, જય બાગેશ્વર ધામ કહીને જણાવ્યું કે, ખૂબ જ અદભુત છે. સુરતના તમામ પાગલોને સાધુવાદ, બાગેશ્વર બાલાજીની કૃપા થાય. તમામ લોકો દિવ્ય દરબારમાં અને પ્રવચનમાં આવે. આ પહેલા ગુરુવારે બાબા બાગેશ્વર ના સ્વાગતમાં અમદાવાદ એરપોર્ટ પર મોટી સંખ્યામાં સંતો અને સમર્થકો આવકારવા પહોંચ્યા હતા.
જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે બાબા બાગેશ્વરનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. તેમના સ્વાગત માટે આરતીની થાળી સાથે સુરતી માતા કિરણ પટેલ અને ધારાસભ્ય સંગીતા પાટીલ સુરત એરપોર્ટ પર હાજર રહ્યા હતા. માતા કિરણ પેટલે ધીરેન્દ્ર શાસ્ત્રીની આરતી ઉતારી સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં લોકો સુરતના બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં આવવાની સંભાવનાને લઇને સુરક્ષાની લોખંડી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરત એરપોર્ટની બહાર આવતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવશે. તેવામાં આજે દિવ્ય દરબાર અને આવતીકાલે કથા અને ભભૂતી વિતરણ કરાશે





