રાજ્યમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે, સાંસદસભ્ય રામ મોકરીયાની સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થતાં રાજકીય ચર્ચા વધી છે. ફેસબુક પર રામ મોકરીયાએ પોસ્ટ કરતા રાજકીય ચર્ચા તેજ બની છે. રામ મોકરીયા પોસ્ટમાં લખ્યું છે કે, એક અબજોપતિ સિનિયર નેતાએ મારા પૈસા આપ્યા નથી. તે નેતાની નિયત ખરાબ હોવાથી મારા પૈસા ખાઈ ગયો.તેમણે કહ્યું કે,તે નેતા 1990થી સરકારમાં જુદા જુદા પદે રહી ચૂક્યા છે તેમજ 1980થી આ નેતા રાજકારણમાં સક્રિય છે તેમણે વધુમાં લખ્યું છે કે, નેતા ગુજરાત બહાર હતા ત્યારે રિટાયર્ડ થયા હતા. અત્રે તમને જણાવી દઈએ કે, સાંસદ રામ મોકરીયાની પોસ્ટ સૌરાષ્ટ્રના નેતા પર હોવાની શંકા સેવાઈ રહી છે. હાલ તો તેમની આ પ્રકારના પોસ્ટથી કોણે પૈસા લીધા છે તેમજ કોણ 1980થી સક્રિય નેતા છે તેને લઈ અનેક રાજકીય ગતિવીધિઓ તેજ થઈ છે.



