અમદાવાદ
ગુજરાતમાં જેલમાં રહેલા કેદીઓને જામીન અને હોસ્પીટલમાં ખસેડવા મુદે બોગસ તબીબી સર્ટીફીકેટના એક બાદ એક કેસ આવતા ગુજરાત હાઈકોર્ટ તેમાં તપાસના આદેશ આપ્યા છે તથા પોલીસને તેનો રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવા જણાવાયુ છે. જેલમાં રહેલા કેદીઓને ‘બિમારી’ સંબંધમાં જામીન મળે અથવા જેલના બદલે હોસ્પીટલના વોર્ડમાં કે ખાનગી હોસ્પીટલમાં ખસેડવા જરૂરી છે તેવા તબીબી સર્ટી. પર શંકા જતા હાઈકોર્ટે કરેલી તપાસમાં તે બોગસ સાબીત થયા હતા.
જસ્ટીસ એમ.કે.ઠકકર સમક્ષ રજૂ થયેલા બે સર્ટીફિકેટ ડ્રીમ્સ મલ્ટી ડીસીસ સ્પેશ્યાલીટી હોસ્પીટલ મલ્ટી સ્પે. હોસ્પીટલનું સર્ટી રજુ થયું અને બન્નેમાં એક જ તબીબ એમ.એલ.પટેલની સહી હતી જેની પાસે ફકત એમબીબીએસની ડીગ્રી હતી છતાં પણ સર્જરીનું સર્ટી પણ આપ્યુ હતું. એક જ તબીબ અનેક હોસ્પીટલોના નામ આ પ્રકારે સર્ટી આપે છે




