કુશ્તી સંઘના અધ્યક્ષ બ્રજભૂષણ પર યૌન શોષણના આરોપ લગાવીને તેમની ધરપકડની માગણીએ ધરણા કરી રહેલા પહેલવાનો છેલ્લા પગલાં તરીકે પોતાના મેડલ ગંગામાં વહાવી દેવા માટે હરિદ્વાર પહોંચ્યાં હતા અને હર કી પૌડીમાં તેઓ મેડલ ભરેલી બેગ લઈને આવ્યાં હતા અને મેડલ નાખવા જતા જ હતા પરંતુ તે પહેલા ખેડૂત નેતા નરેશ ટીકૈત ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે પહેલવાનોને મેડલ ગંગામાં નાખતા અટકાવ્યાં હતા અને તેમની મેડલ ભરેલી બેગ તેમની પાસેથી લઈ લીધી હતી. નરેશ ટીકૈતે પહેલવાનો પાસેથી 5 દિવસનો દિવસ સમય માગ્યો છે. એટલે તેમણે સરકારને પાંચ દિવસનો સમય આપ્યો છે પાંચ દિવસ બાદ કોઈ મોટો નિર્ણય લેવાની પણ વાત કરવામાં આવી છે.





