દિલ્હીમાં કંઝાવાલા જેવી જ એક ઘટના લખનૌમાં સામે આવી છે. એક સ્કોર્પિયોએ સ્કૂટી સવાર દંપતી અને બે બાળકોને ટક્કર મારી હતી. આ દરમિયાન અકસ્માતમાં સ્કૂટી સ્કોર્પિયોની નીચે ફસાઈ ગઈ હતી સ્કૉર્પિયોના ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરીને ચારેય વ્યક્તિઓને લગભગ 100 મીટર સુધી ઢસડ્યાં હતા. આ તરફ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ ડોકટરો તેનો જીવ બચાવી શક્યા ન હતા. આ દર્દનાક ઘટનામાં બે બાળકો સહિત 4 લોકોના કરૂણ મોત થયા છે.
લખનૌના વિકાસ નગરમાં ગુલાચીન મંદિર પાસે થયો હતો. વિગતો મુજબ રાત્રે લગભગ 2 વાગ્યે સ્કોર્પિયોએ સ્કૂટીને ટક્કર મારી હતી.પ્રાથમિક માહિતી મુજબ આ પરિવાર સીતાપુરનો રહેવાસી હતો. મૃતક રામ સિંહ અલીગંજમાં કામ કરતો હતો. પોલીસે ચારેયના મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સ્કોર્પિયો ચાલકની ધરપકડ કરવામાં આવી છે.





