Monday, May 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર રાષ્ટ્રીય

આજથી સામાન્ય જનતા માટે સપ્તાહમાં 6 દિવસ ખુલ્લું રહેશે ‘રાષ્ટ્રપતિ ભવન’

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પહેલ પર નિર્ણય : સોમવાર અને સરકારી રજાના દિવસે સામાન્ય લોકો માટે બંધ રહેશે

aaspassdaily by aaspassdaily
2023-06-01 10:59:09
in રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આજથી એટલે કે 1 જૂન 2023થી રાષ્ટ્રપતિ ભવન આમ આદમી માટે સપ્તાહમાં 6 દિવસ ખુલ્લું રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પહેલ પર રાષ્ટ્રપતિ ભવનને અઠવાડિયામાં 6 દિવસ સામાન્ય જનતા માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જૂનથી દર્શકો રાષ્ટ્રપતિ ભવન જોઈ શકશે. મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ ભવન માત્ર સોમવાર અને સરકારી રજાના દિવસે સામાન્ય લોકો માટે બંધ રહેશે.
રાષ્ટ્રપતિ ભવનમાં હાલમાં ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ જ ઉપલબ્ધ છે. રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતનો સમય સવારે 9:30 થી સાંજના 4:30 સુધીનો રહેશે. ઓનલાઈન બુકિંગની સુવિધા ઉપલબ્ધ થશે. આ દરમિયાન તમે સાત ટાઇમ સ્લોટમાં બુકિંગ કરી શકશો. રાષ્ટ્રપતિ ભવનનું મ્યુઝિયમ સંકુલ પણ મુલાકાતીઓ માટે મંગળવારથી રવિવાર સુધી ખુલ્લું રહેશે. સામાન્ય દર્શકો પણ દર શનિવારે રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં યોજાતા ચેન્જ ઓફ ગાર્ડ સમારોહનો આનંદ માણી શકશે. આ ફંક્શનનો સમય દર શનિવારે સવારે 8 થી 9 વચ્ચેનો રહેશે મહત્વનું છે કે, 330 એકર વિસ્તાર પર બનેલ, રાષ્ટ્રપતિ ભવનના આર્કિટેક્ચરને એડવિન લુટિયન્સ દ્વારા ભારતીય અને પશ્ચિમી બંને શૈલીમાં રાખવામાં આવ્યું હતું. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે..

રાષ્ટ્રપતિ ભવનમાં આ સ્થળોમાં જ ફરી શકશો
મુલાકાતીઓ રાષ્ટ્રપતિ ભવનમાં ફક્ત તે જ સ્થળોની મુલાકાત લઈ શકશે, જે મુલાકાતીઓ માટે પહેલેથી જ ખુલ્લા છે. રાષ્ટ્રપતિ ભવનના અધિકારીએ કહ્યું કે, મુલાકાતીઓએ અહીં આવવા માટે અગાઉથી ઓનલાઈન બુકિંગ કરવું પડશે. રાષ્ટ્રપતિ ભવનમાં લોકોને અલગ-અલગ સર્કિટમાં ફરવાની સુવિધા છે.
સર્કિટ 1- તેમાં રાષ્ટ્રપતિ ભવનની મુખ્ય ઇમારત અને કેન્દ્રીય લૉનનો સમાવેશ થાય છે. જેમાં અશોક હોલ, દરબાર હોલ, બેન્કવેટ હોલ અને ડ્રોઈંગ રૂમનો સમાવેશ થાય છે.
સર્કિટ 2- તેમાં રાષ્ટ્રપતિ ભવનના મ્યુઝિયમ સંકુલનો સમાવેશ થાય છે.
સર્કિટ 3 – પ્રસિદ્ધ અમૃત ઉદ્યાન (અગાઉ મુગલ ગાર્ડન તરીકે ઓળખાતું), હર્બલ ગાર્ડન, મ્યુઝિકલ ગાર્ડન અને રાષ્ટ્રપતિ ભવનના આધ્યાત્મિક બગીચાની મુલાકાત

 

Previous Post

દેશમાં મંદિરોમાં સ્વચ્છતા નથી, ધર્મશાળાઓ સારી નથી- નીતિન ગડકરી

Next Post

કુસ્તી સંઘના વિવાદમાં બ્રિજભૂષણને કલીનચીટ

aaspassdaily

aaspassdaily

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશમાં બેકાબૂ કારે ટક્કર મારતા આઠ લોકોના કરૂણ મોત

May 4, 2026
ગુજરાત સહિત 4 રાજ્યોના નવા અધ્યક્ષોની ટૂંક સમયમાં ભાજપ દ્વારા જાહેરાત!
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ભાજપનો થશે સૂર્યોદય

May 4, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

શેરબજાર ખુલતાની સાથે જ તેજીનો માહોલ

May 4, 2026
Next Post
કુસ્તી સંઘના વિવાદમાં  બ્રિજભૂષણને કલીનચીટ

કુસ્તી સંઘના વિવાદમાં બ્રિજભૂષણને કલીનચીટ

ભાજપ લોકોને ધમકાવી રહ્યો છે અને સરકારી એજન્સીઓનો દુરઉપયોગ કરી રહ્યો છે- રાહુલ ગાંધી

ભાજપ લોકોને ધમકાવી રહ્યો છે અને સરકારી એજન્સીઓનો દુરઉપયોગ કરી રહ્યો છે- રાહુલ ગાંધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.