Saturday, May 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પાકિસ્તાન ગમે ત્યારે ડિફોલ્ટ થવાનો ખતરો: મોંઘવારીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા

આઈએમએફે લોન આપવાનો ઈન્કાર કર્યો: 3 અબજ ડોલર આપવાના વાયદાનો આરબ દેશોએ અમલ નથી કર્યો

aaspassdaily by aaspassdaily
2023-06-03 11:34:07
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

નફરતના બીજ પર પેદા થયેલ પાકિસ્તાન હાલ ભૂખમરામાં આવી ગયું છે. હાલ પાકિસ્તાન એશીયાનો સૌથી મોંઘવારીવાળો દેશ બની ગયો છે. કંગાળ પાકે.મોંઘવારીના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે.પાકિસ્તાનમાં મોંઘવારીનો દર 38 ટકા થઈ ગયો છે. ત્યાં સુધી કે આઈએમએફએ પાકિસ્તાનને લોન આપવાનો ઈન્કાર કરી દીધો છે.
પાકિસ્તાનમાં ખાધન્નની કિંમતોમાં બેફામ વધારાને કારણે મોંઘવારીનાં દરે માઝા મુકી છે.દરમ્યાન પાકિસ્તાનને આંતર રાષ્ટ્રીય મુદ્દા કોષમાંથી લોન મળવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે.આઈએમએફ પાક.વડાપ્રધાન શાહબાજની લોન માટેની માંગણી પણ ફગાવી દીધી છે. પાકિસ્તાનમાં ગત વર્ષે આજ મહિનામાં મોંઘવારી દર 13.76 ટકા હતો પણ આ વર્ષે સર્વોચ્ચ 38 ટકાએ પહોંચી ગયો છે.
મોહમ્મદ અલી ઝીણાનાં સપનાનું પાકિસ્તાન હાલ તો મોંઘવારીની ખાઈમાં પટકાઈ પડયુ છે.અત્યાર સુધી શ્રીલંકામાં સૌથી વધુ મોંઘવારી હતી પણ હવે પાકિસ્તાને તેને પાછળ છોડી દીધુ છે. પાકિસ્તાનમાં જયાં સતત મોંઘવારી વધી રહી છે. ત્યાં શ્રીલંકામાં છેલ્લા 8 મહિનાથી તે નીચે આવી રહી છે. મેમાં શ્રીલંકામાં મોંઘવારીનો દર 25.2 ટકા રહ્યો જે એપ્રિલમાં 35.3 ટકા હતો. દરમ્યાન આઈએમએફ લોનનો રસ્તો બંધ કરી દેતા હવે શ્રીલંકાની જેમ જ પાકિસ્તાન પર ડીફોલ્ટ થવાનો ખતરો તોળાઈ રહ્યો છે.
દરમ્યાન પાકિસ્તાનનાં નાણા રાજયમંત્રી આયશા ગૌસ પાશાએ જણાવ્યું હતું કે, અમારી સરકાર પાસે આઈએમએફ પ્રોગ્રામ સિવાય કોઈ પ્લાન બી તૈયાર નથી. પાકિસ્તાનને સાઉદી આરબ અને યુએઈ સમુહે 3 અબજ ડોલર આપવાનો વાયદો કર્યો છે પણ હજુ તેનો અમલ નથી અને મુસીબત વધતી જાય છે.

Previous Post

ભાવનગરમાં EDના ધામા, ત્રણ ખાનગી બેંકોના કર્મી.ને ઉઠાવ્યા

Next Post

વલભીપુરના પાટણા નજીક બોલેરોની ગુલાટ, બેના મોત

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

તમિલનાડુમાં ૧૦૦થી વધુ કાયદાકીય અધિકારીઓના સામૂહિક રાજીનામા

May 8, 2026
અમેરિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી બહાર થવાની અટકળો
આંતરરાષ્ટ્રીય

ક્રૂઝ શિપમાં હંટા વાયરસના પગલે ૧૨ દેશોને સતર્ક રહેવા WHO ની ચેતવણી

May 8, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

ધાતુમાં ફરી ચળકાટ : સોના – ચાંદીના ભાવમાં ઉછાળો

May 8, 2026
Next Post
વલભીપુરના પાટણા નજીક બોલેરોની ગુલાટ, બેના મોત

વલભીપુરના પાટણા નજીક બોલેરોની ગુલાટ, બેના મોત

ઓડિશામાં ભયાનક ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 233, 900 થી વધુ ઘાયલ

ઓડિશામાં ભયાનક ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 233, 900 થી વધુ ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.