Monday, June 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમેરિકન ચિપ મેકર કંપની માઈક્રોન ભારતમાં તેનો પહેલો પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપશે: સત્તાવાર જાહેરાત

પ્લાન્ટ 2024ના અંત સુધીમાં કાર્યરત, 5000 લોકોને સીધી રોજગારી

aaspassdaily by aaspassdaily
2023-06-23 12:02:11
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકન ચિપ મેકર કંપની માઈક્રોન નજીકના ભવિષ્યમાં ભારતમાં તેનો પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ પ્લાન્ટ માટે કંપની બે તબક્કામાં લગભગ $825 મિલિયનનું એટલે કે રૂ. 6,700 કરોડ રોકાણ કરશે. કંપનીએ કહ્યું છે કે તે ભારતમાં તેનો પહેલો પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપશે. આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ 2024ના અંત સુધીમાં કાર્યરત થઈ જશે. આ પ્લાન્ટ આવવાથી ગુજરાતમાં 5000 લોકોને સીધી રોજગારી મળશે.
માઈક્રોને જણાવ્યું હતું કે, તે ગુજરાતમાં એક નવો સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ પ્લાન્ટ સ્થાપશે. કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્ય સરકારની મદદથી પ્લાન્ટમાં કુલ રોકાણ $2.75 બિલિયન આશરે રૂ. 22,540 કરોડ થશે. વડાપ્રધાનશ્રી મોદીએ ભારતમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે માઈક્રોન ટેક્નોલોજીને આમંત્રણ આપ્યું હતું અને કહ્યું હતું કે દેશ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈનના વિવિધ ભાગોમાં સ્પર્ધાત્મક લાભ પ્રદાન કરી શકે છે.
માઈક્રોનના પ્લાન્ટને સરકારની મોડિફાઈડ એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP) યોજના હેઠળ મંજૂરી આપવામાં આવી છે. યોજના હેઠળ, માઈક્રોનને કેન્દ્ર સરકાર તરફથી કુલ પ્રોજેક્ટ ખર્ચ માટે 50% નાણાકીય સહાય અને ગુજરાત રાજ્ય તરફથી કુલ પ્રોજેક્ટ ખર્ચ માટે 20% પ્રોત્સાહન નાણાકીય સહાય મળશે.
કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાતમાં પ્લાન્ટનું બાંધકામ આ વર્ષે શરૂ થવાની આશા છે. પહેલા તબક્કામાં 500,000 ચોરસ ફૂટ આયોજિત ક્લીનરૂમ જગ્યાનો સમાવેશ થશે, જે 2024 ના અંતમાં કાર્યરત થવાનું છે. માઈક્રોન ટેક્નોલૉજી અનુસાર, બંને તબક્કાઓ દ્વારા લગભગ 5,000 નોકરીઓ સીધી રીતે બનાવવામાં આવશે. જ્યારે 15,000 લોકોને આગામી કેટલાક વર્ષો સુધી પરોક્ષ રોજગાર મળતો રહેશે.

Previous Post

ગગનયાન ઓગસ્ટમાં ભરશે ઉડાન

Next Post

વ્હાઇટ હાઉસના સ્ટેટ ડિનરમાં ભારત અને અમેરિકાના 400 દિગ્ગજોનો જામ્યો મેળાવડો

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post
વ્હાઇટ હાઉસના સ્ટેટ ડિનરમાં ભારત અને અમેરિકાના 400 દિગ્ગજોનો જામ્યો મેળાવડો

વ્હાઇટ હાઉસના સ્ટેટ ડિનરમાં ભારત અને અમેરિકાના 400 દિગ્ગજોનો જામ્યો મેળાવડો

અમદાવાદ બાપુનગરમાં આંગડિયા પેઢીના કર્મચારી સાથે 46.51 લાખ રૂપિયાની લૂંટ

અમદાવાદ બાપુનગરમાં આંગડિયા પેઢીના કર્મચારી સાથે 46.51 લાખ રૂપિયાની લૂંટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.