અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં ગુરુવારે સ્ટેટ ડિનરમાં દક્ષિણ લૉન પર મહેમાનોને શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવ્યું હતું. બરછટ અનાજમાંથી બનાવેલ ખોરાક, ખાસ કરીને બાજરી, કોર્ન કર્નલ સલાડ અને સ્ટફ્ડ મશરૂમ્સ પણ તેમાં પીરસવામાં આવ્યા હતા. આ સ્ટેટ ડિનરમાં ભારત અને અમેરિકાના 400 દિગ્ગજોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, નીતા અંબાણી પણ સામેલ હતા. આનંદ મહિન્દ્રા, સત્યા નડેલા, અરિંદમ બાગચી પણ સામેલ હતા. ભારતીય મુળના ફિલ્મ દિગ્દર્શક મનોજ શ્યામલન પણ હતા સામેલ. ઇન્દ્રા નૂયી, દિપક મિત્તલ સહિતની હસ્તીઓ સામેલ રહી.
અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બિડેનની દેખરેખ હેઠળ શેફ નીના કર્ટિસે વ્હાઇટ હાઉસના સ્ટાફ સાથે મળીને મેનુ તૈયાર કર્યું છે. મેનુમાં પ્રથમ કોર્સ ભોજનમાં મેરીનેટેડ મિલેટ, લેમન-ડિલ યોગર્ટ સોસ, ગ્રીલ્ડ કોર્ન કર્નલ સલાડ, કોમ્પ્રેસ્ડ વોટરમેલન અને ટેન્ગી એવોકાડો સોસનો સમાવેશ થાય છે. જ્યારે મુખ્ય કોર્સમાં સ્ટફ્ડ પોર્ટોબેલો મશરૂમ્સ, ક્રીમી કેસર ઇન્ફ્યુઝ્ડ રિસોટ્ટો સામેલ છે. આ ઉપરાંત સુમેક રોસ્ટેડ સી-બાસ, લેમન યોગર્ટ સોસ, ક્રિસ્પ્ડ મિલેટ કેક અને સમર સ્ક્વોશ પણ મહેમાનોને પીરસવામાં આવ્યા હતા.
રસોઇયાએ જણાવ્યું કે અમે અમારા મેનુમાં મેરીનેટેડ બાજરી અને સમગ્ર મેનુમાં ભારતીય ભોજનનો સમાવેશ કર્યો છે. શેફ નીના કર્ટિસે કહ્યું કે અમે પીએમ મોદી માટે ખાસ શાકાહારી ફૂડ મેનૂ તૈયાર કર્યું છે. ડિનર પછી ગ્રેમી એવોર્ડ વિજેતા જોશુઆ બેલે પરફોર્મ કર્યું હતું. તે પછી, પેન મસાલા, પેન્સિલવેનિયા યુનિવર્સિટીના એકાપેલા જૂથ દ્વારા પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પેન મસાલાએ સમગ્ર વિશ્વમાં પરફોર્મન્સ આપ્યું છે. ‘ધ પ્રેસિડેન્ટ્સ ઓન’ યુનાઈટેડ સ્ટેટ્સ મરીન બેન્ડ ચેમ્બર ઓર્કેસ્ટ્રાએ પણ પરફોર્મ કર્યું હતું.



