ભારતે ઈતિહાસ રચ્યો છે. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. ચંદ્રના આ ભાગ પર લેન્ડિંગ કરનારો ભારત પહેલો દેશ બન્યો છે. વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર આવ્યું છે. ગુરુવારે સવારે સમાચાર આવ્યા કે રોવર પ્રજ્ઞાન લેન્ડરમાંથી બહાર આવી ગયું છે અને ચંદ્રની સપાટી પર આગળ વધી રહ્યું છે. આ માહિતી INSPACEના અધ્યક્ષ પવન કે ગોએન્કાએ આપી હતી. ઈસરોના ડિરેક્ટર એસ. સોમનાથે કહ્યું- આગામી 14 દિવસ અમારા માટે મહત્ત્વપૂર્ણ છે. પ્રજ્ઞાન રોવર આપણને ચંદ્રના વાતાવરણ વિશે માહિતી આપશે.





