Tuesday, March 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરત: મહિલાએ 5 વર્ષના પુત્ર અને પુત્રીને ગળાફાંસો આપી પોતે આપઘાત કરી લીધો

રાંદેરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર

aaspassdaily by aaspassdaily
2023-09-04 10:33:19
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સુરતના રાંદેર વિસ્તારમાંથી આજે સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા લાંબા સમથી અણબનાવને કારણે પત્નીએ બે સંતાનોને ગળેફાંસો આપીને હત્યા કર્યા બાદ પોતે પણ ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. બનાવને પગલે ઊંચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની કોલોનીમાં આજે સામૂહિક આપઘાત કર્યા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગુજરાત હાઉસિંગ કોલોનીમાં રહેતા રીટાદેવી નામની મહિલાએ તેની 11 વર્ષની પુત્રી અંશીતા ઉર્ફે પરી અને પાંચ વર્ષના પૂત્ર રોબર્ટને ઘરે ફાંસો આપી હત્યા કરી હતી. ત્યારબાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રાંદેરમાંથી સામૂહિક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.
મળતી વિગત મુજબ નેપાળના કાઠમંડુના રહેવાસી મુન્ના પ્રસાદ યાદવ તેની પત્ની રીટાદેવી અને બે બાળકો સાથે એક વર્ષ પહેલા જ ગુજરાત હાઉસિંગ કોલોની ખાતે રહેવા આવ્યા હતા. પતિ મુન્ના યાદવ અને રીટાદેવી વચ્ચે છેલ્લા ઘણા સમયથી નાની નાની બાબતે તકરાર ચાલતી હતી અને મતભેદ થયા કરતા હતા. જોકે, રીટાદેવીએ થોડા દિવસો પહેલાં જ તેના પતિ મુન્ના યાદવ સામે 498ની ફરિયાદ પણ આપવા પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યારબાદ બંને વચ્ચે ચાલી રહેલા ઘરકંકાસ વચ્ચે આજે રીટાદેવીએ પાંચ વર્ષના પુત્ર રોબર્ટ અને 11 વર્ષની પુત્રી આંશિકાને ગળેફાંસો આપી પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
બનાવની જાણ પોલીસને થતાં રાંદેર પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે મહિલા અને બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખેસડ્યા હતા. બનાવને પગલે પોલીસે હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પાસેથી મળતી વિગત મુજબ બિહાર ખાતે રાજેશકુમાર પ્રસાદ સાથે રીટાદેવીના લગ્ન થયા હતા. રાજેશકુમાર પ્રસાદ કરિયાણાની દુકાન ચલાવતો હતો. ત્યારે મુન્ના પ્રસાદ યાદવ તેને ત્યાં કારીગર તરીકે કામ કરતો હતો. આ દરમિયાન રીટાદેવી સાથે તેનો પ્રેમ સંબંધ બંધાયો હતો. રીટાએ તેના પતિ રાજેશ સાથે ડિવોર્સ લઈ મુન્ના સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ રીટાદેવી તેના બીજા પતિ મુન્ના સાથે નેપાળના કાઠમંડુ ખાતે રહેતી હતી. ત્યાંથી એકાદ વર્ષ પહેલાં જ સુરત કામકાજ માટે આવ્યા હતા અને સુરતના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા હતા.

Previous Post

CMOના સંયુક્ત સચિવ પરિમલ શાહની હકાલપટ્ટી

Next Post

પાકિસ્તાનમાં હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ:હોસ્પિટલમાં મુસ્લિમ ડોક્ટરોએ જ કર્યું કુકર્મ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
પાકિસ્તાનમાં હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ:હોસ્પિટલમાં મુસ્લિમ ડોક્ટરોએ જ કર્યું  કુકર્મ

પાકિસ્તાનમાં હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ:હોસ્પિટલમાં મુસ્લિમ ડોક્ટરોએ જ કર્યું કુકર્મ

ખડગેએ 5 સપ્ટેમ્બરે બોલાવી INDIAના સાંસદોની બેઠક

ખડગેએ 5 સપ્ટેમ્બરે બોલાવી INDIAના સાંસદોની બેઠક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.