Monday, June 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કુપોષણ સામે જંગઃ રાજકોટ જિલ્લામાં નવા આઠ બાળ કુપોષણ સારવાર કેન્દ્ર થયા શરૂ

aaspassdaily by aaspassdaily
2023-10-04 17:26:13
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

‘‘કુપોષણમુક્ત ભારત અભિયાન’’ અન્વયે બાળકોને કુપોષણથી મુક્ત કરવા રાજકોટ જિલ્લામાં આઠ બાળ કુપોષણ સારવાર કેન્દ્ર (C.M.T.C.) – શરૂ કરવામાં આવ્યા છે. જેમાં હાલ ૩૨ બાળકોને પોષણયુક્ત આહાર સાથે સઘન સારવાર અપાઈ રહી છે. રાજકોટ જિલ્લા પંચાયતની કુટુંબ કલ્યાણ શાખાની યાદીમાં જણાવ્યા પ્રમાણે, તા.૧૭ સપ્ટેમ્બર પહેલા રાજકોટ જિલ્લામાં કુલ 3 (C.M.T.C.) બાળ સેવા કેન્દ્રો કાર્યરત હતા. પરંતુ રાજકોટ જિલ્લામાં દરેક તાલુકા દીઠ એક C.M.T.C. હોવું જોઇએ એવા ધ્યેય સાથે જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીની સૂચના તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન તથા સી.ડી.એચ.ઓ. ડૉ. નિલેશ રાઠોડના નિર્દેશ મુજબ, જિલ્લાના દરેક તાલુકામાં હાલ એક-એક (C.M.T.C.) બાળ સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે તા ૧૭ સપ્ટેમ્બરના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરપુર, કુવાડવા અને પડધરી ખાતે નવા ૩ (CMTC) કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે બીજી ઓક્ટોબરે બીજા નવા પાંચ (CMTC) કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર વિંછિયા, ભાયાવદર, લોધિકા, કોટડા સાંગાણી અને જામકંડોરણાનો સમાવેશ થાય છે. આમ હાલ રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં ૧-૧ મળી કુલ ૧૧ (CMTC) બાળ સેવા કેન્દ્રો જ્યારે એક (N.R.C.) ન્યુટ્રીશનલ રીહેબિટેશન સેન્ટર કેન્દ્ર પી.ડી.યુ. હોસ્પિટલ-રાજકોટ ખાતે કાર્યરત છે. તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ શરૂ કરાયેલા ૩ C.M.T.C.માં કુલ ૧૩ બાળકો જ્યારે બીજી ઓક્ટોબરના રોજ શરૂ કરાયેલા નવા પાંચ C.M.T.C.માં હાલ ૧૯ બાળકો સારવાર હેઠળ છે. આમ જિલ્લામાં કુલ ૧૧ (CMTC) બાળ સેવા કેન્દ્રોમાં કુલ ૩૨ બાળકો સારવાર હેઠળ છે. નોંધનીય છે કે, C.M.T.C. બાળ સેવા કેન્દ્રોમાં કુપોષિત બાળકોને ૧૪ દિવસ સુધી એડમિશન આપીને સારવાર અને યોગ્ય પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. એડમિશન દરમિયાન બાળકની સાથે આવેલા તેના એક વાલીને પણ રહેવા અને જમવાની વ્યવસ્થા વિનામૂલ્યે આપવામાં આવે છે. આ કેન્દ્રોનો મુખ્ય હેતુ બાળકોને કુપોષણમુક્ત કરવાનો છે.

Previous Post

એશિયન ગેમ્સમાં ભારતે રચ્યો ઈતિહાસ, 71 મેડલ જીતીને આ મહાન રેકોર્ડ તોડ્યો

Next Post

‘થલાઈવર 170’ કાસ્ટઃ રજનીકાંતની 170મી ફિલ્મમાં અમિતાભ બચ્ચનની એન્ટ્રી, 32 વર્ષ પછી બે મેગાસ્ટાર જોવા મળશે સાથે

aaspassdaily

aaspassdaily

Related News

ગદ્દાર લોકો પૈસા મેળવી બીજી તરફ ચાલ્યા ગયા : ઉદ્ધવ ઠાકરે
તાજા સમાચાર

ગદ્દાર લોકો પૈસા મેળવી બીજી તરફ ચાલ્યા ગયા : ઉદ્ધવ ઠાકરે

June 20, 2026
ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ
આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી યુદ્ધ વિરામ

June 20, 2026
હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોએ ૪૮ કલાક પહેલા ઈરાનની મંજૂરી લેવી ફરજિયાત

June 20, 2026
Next Post
‘થલાઈવર 170’ કાસ્ટઃ રજનીકાંતની 170મી ફિલ્મમાં અમિતાભ બચ્ચનની એન્ટ્રી, 32 વર્ષ પછી બે મેગાસ્ટાર જોવા મળશે સાથે

'થલાઈવર 170' કાસ્ટઃ રજનીકાંતની 170મી ફિલ્મમાં અમિતાભ બચ્ચનની એન્ટ્રી, 32 વર્ષ પછી બે મેગાસ્ટાર જોવા મળશે સાથે

સિક્કિમમાં બુધવારે જે તબાહીએ  14ના જીવ લીધા

સિક્કિમમાં બુધવારે જે તબાહીએ 14ના જીવ લીધા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.