Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેશ માટે હથિયાર લઈને યુદ્ધમાં ઉતરી પડ્યાં ઈઝરાઈલના પૂર્વ PM નફ્તાલી બેનેટ સેનામાં જોડાયા, હમાસના આતંકીઓ સાથે લડશે

aaspassdaily by aaspassdaily
2023-10-09 11:16:14
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈઝરાઈલ અને પેલેસ્ટાઈન વચ્ચે ભયકંર યુદ્ધ ચાલી રહ્યું છે. પરંતુ આ બધામાં ઈઝરાઈલમાં એક જોવા જેવી ઘટના બની. ઈઝરાઈલના પૂર્વ પીએમ નફ્તાલી બેનેટ યુદ્ધ મોરચે ઉતરી પડ્યાં છે અને તેઓ હવે સૈનિકો સાથે મળીને હમાસના આતંકીઓનો સફાયો કરશે. તેમણે ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સિસના સૈનિકો સાથે પણ હાથ મિલાવ્યા હતા અને તેમની સાથે વાતચીત પણ કરી હતી.
બેનેટે પરિસ્થિતિની ગંભીરતા વ્યક્ત કરતાં કહ્યું કે, ઈઝરાયેલના ઈતિહાસનો આ સૌથી પડકારજનક દિવસ હતો. બેનેટે પોતાના પરિવારની પરિસ્થિતિ વિશે પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે તેમના પરિવારે પણ શરણ લીધી છે. બેનેટે એમ પણ કહ્યું કે હમાસના ખતરાની સાથે સાથે આ આતંકી સંગઠનને પણ ખતમ કરવાની જરૂર છે. નફ્તાલી બેનેટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. બેનેટ સૈનિકો વચ્ચે પહોંચી ગયા હતા અને તેમનું મનોબળ વધાર્યું હતું. તેઓ ખુદ એક સારા એલિટ કમાન્ડો રહી ચૂક્યા છે અને તેમને દુશ્મનો સામે કેમ લડવું તે સારી રીતે આવડે છે.
નોંધપાત્ર વાત એ છે કે, ઈઝરાઇલના તમામ નાગરિકો માટે આર્મી સર્વિસ ફરજિયાત છે. દેશના હાલના ઘણા નેતાઓ પણ આર્મીમાં સેવા બજાવી ચૂક્યા છે. નફ્તાલી બેનેટ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ, સૈરાટ મટકલ અને મેગ્લાનની એલિટ કમાન્ડો યુનિટ રહી ચૂક્યા છે. તેમના જોડાવાથી સૈનિકોમાં પણ ઉત્સાહ વધ્યો છે. નફ્તાલી બેનેટ જૂન 2021 થી જૂન 2022 સુધી ઈઝરાઇલના વડા પ્રધાન હતા. રાજકારણમાં આવતા પહેલા તેઓ આર્મીમાં હતા અને પોતે એક સારા લડવૈયા પણ છે.

Previous Post

એર ઈન્ડીયાએ ઈઝરાઈલ જનારી તમામ ફ્લાઈટ કેન્સલ કરી

Next Post

હમાસના હુમલામાં 500થી વધુ ઇઝરાયલીનાં મોત:

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
હમાસના હુમલામાં 500થી વધુ ઇઝરાયલીનાં મોત:

હમાસના હુમલામાં 500થી વધુ ઇઝરાયલીનાં મોત:

ઇઝરાયેલ-પેલેસ્ટાઈન વોર : કયા દેશે શું કહ્યું?

ઇઝરાયેલ-પેલેસ્ટાઈન વોર : કયા દેશે શું કહ્યું?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.