અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને DRIની સંયુક્ત ઓપરેશન દરમિયાન મહારાષ્ટ્રના ઔરંગાબાદની એક ફેક્ટરીમાંથી ડ્રગ્સ અને રો-મટિરિયલ સહિત અંદાજિત 250 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર ખાતેથી વધુ એક નાર્કોટીક્સના ઉત્પાદન/સંગ્રહ સાથે સંકળાયેલી એક ફેક્ટરી ઝડપાઈ છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને DRIની સંયુક્ત ઓપરેશનમાં મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર ખાતેથી વધુ એક નાર્કોટીક્સના ઉત્પાદન/સંગ્રહ સાથે સંકળાયેલી એક ફેક્ટરી ઝડપાઈ છે. ફેક્ટરીમાંથી 107 લિટર પ્રવાહી મેફેડ્રોન રિકવર કરવામાં આવ્યું છે. જેની બજાર કિંમતે અંદાજે 160 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ એપેક્ષ મેડીકેમ પ્રા.લી. નામની ફેક્ટરીના માલિક અને વેરહાઉસ મેનેજરની ધરપકડ પણ કરવામાં આવી છે.