ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાનાર પાંચ મેચની ટી-20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે. પસંદગીકારોએ 15 સભ્યોની ટીમ પ્રથમ ત્રણ મેચ માટે પસંદ કરી છે જ્યારે અંતિમ બે મેચમાં શ્રેયસ અય્યર પણ ટીમ સાથે વાઇસ કેપ્ટન તરીકે જોડાશે. સૂર્યકુમાર યાદવ આ ત્રણ મેચની ટી-20 સિરીઝમાં કેપ્ટન્સી કરવાનો છે.
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 23 નવેમ્બરથી શરૂ થઇ રહેલી પાંચ મેચની ટી-20 સિરીઝ માટે જે ખેલાડીઓને તક મળી નથી તેમાં વિકેટ કીપર બેટ્સમેન સંજૂ સેમસન, ભૂવનેશ્વર કુમાર, લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ, અભિષેક શર્મા અને રિયાન પરાગનું નામ સામેલ છે. વર્લ્ડકપ 2023ની ટીમમાંથી માત્ર ત્રણ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં સૂર્યકુમાર યાદવ સિવાય પ્રસિદ્ધ કૃષ્ણા અને ઇશાન કિશનનું નામ સામેલ છે. બીજી તરફ શ્રેયસ અય્યર અંતિમ બે મેચમાં ટીમનો ભાગ બનશે.
પસંદગીકારોએ તે ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે જેમણે આયરલેન્ડ વિરૂદ્ધ ત્રણ મેચની ટી-20 સિરીઝ અને પછી ચીનમાં રમાયેલ એશિયન ગેમ્સ 2023માં સારૂ પ્રદર્શન કર્યું છે. આ સાથે તે ખેલાડીઓને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે જેમનું આઇપીએલ ગત બે સિઝનમાં સારૂ રહ્યું છે.