Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

1675 કેન્દ્રો પરથી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા લેવાશે

2023માં રાજ્યના 1580 કેન્દ્રો પરથી બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી

dharmendravaghela by dharmendravaghela
2024-02-13 11:54:53
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની તા.11મી માર્ચથી શરૂ થતી પરીક્ષા માટે રાજ્યમાં કુલ 1675 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષા માટે રાજ્યમાં નવા 54 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષણ બોર્ડ સમક્ષ નવા પરીક્ષા કેન્દ્રો અંગેની રજૂઆતો મળ્યા બાદ યોગ્ય ચકાસણીના અંતે કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. 2023માં રાજ્યના 1580 કેન્દ્રો પરથી બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. જોકે, આ વખતે કેન્દ્રોની સંખ્યામાં 95નો વધારો થયો છે.
રાજ્ય શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11 માર્ચથી ધોરણ-10 અને 12ની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા 26 માર્ચ સુધી ચાલશે. આ વખતે ધોરણ-10ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં 981 પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં 26 નવા પરીક્ષા કેન્દ્રોનો સમાવેશ થાય છે. ગત પરીક્ષા વખતે ધોરણ-10માં 958 પરીક્ષા કેન્દ્રોમાંથી બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. આમ, ગત પરીક્ષા કરતા આ વખતે 23 પરીક્ષા કેન્દ્રો વધ્યા છે. આમ, ધોરણ-10માં નવા કેન્દ્રો ઉમેરાવા સાથે જૂના કેન્દ્રો રદ થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં નવા 21 પરીક્ષા કેન્દ્રો સાથે કુલ 547 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. 2023માં સામાન્ય પ્રવાહના 482 કેન્દ્રો હતા. આમ, આ વખતે કેન્દ્રોની સંખ્યામાં 65નો વધારો જોવા મળ્યો છે. જ્યારે ધોરણ-12 સાયન્સમાં આ વખતે 7 નવા પરીક્ષા કેન્દ્રો ઉમેરાયા છે. આ સાથે ધોરણ-12 સાયન્સની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં 147 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. ગત વર્ષની બોર્ડની પરીક્ષા વખતે ધોરણ-12 સાયન્સમાં 140 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા હતા. આમ, ગત વર્ષ કરતા આ વખતે 7 પરીક્ષા કેન્દ્રોનો વધારો થયો હોવાનું જાણવા મળે છે. ધોરણ-10 અને 12ના મળી આ વખતે કુલ 1675 પરીક્ષા કેન્દ્રોમાંથી પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.

Tags: board examgsebgujarat
Previous Post

કૉંગ્રેસના વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે ચાવડા ભાજપમાં જોડાયા

Next Post

અંબાજી મંદિરને પણ રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું : ગબ્બર ડુંગર પર માતાજીની મહાઆરતી કરાઈ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
અંબાજી મંદિરને પણ રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું : ગબ્બર ડુંગર પર માતાજીની મહાઆરતી કરાઈ

અંબાજી મંદિરને પણ રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું : ગબ્બર ડુંગર પર માતાજીની મહાઆરતી કરાઈ

લાપતા આર્મી જવાનના પેન્શન માટે પત્નીએ 12 વર્ષે ફરિયાદ નોંધાવી

JDUના 2 ધારાસભ્યોના અપહરણની FIR નોંધાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.