પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ વહેલી સવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પૂર્વ નેતા શાહજહાં શેખના ઘર પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. EDની ટીમ સાથે કેન્દ્રીય સુરક્ષા દળના જવાનો પણ ત્યાં છે. સંદેશખાલીમાં શાહજહાંના ઈંટના ભઠ્ઠા તેમજ ધામખલીમાં તેના ઠેકાણા પર આ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
EDના અધિકારીઓ મોટી સંખ્યામાં સેન્ટ્રલ ફોર્સના જવાનોને પોતાની સાથે લાવ્યા છે. મહિલા સેન્ટ્રલ ફોર્સની એક ટીમ પણ ED અધિકારીઓ સાથે આવી છે. દરોડા માટે ટીમો સવારે 6.30 વાગ્યે સંદેશખાલી પહોંચી હતી. 5 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળ રાશન કૌભાંડ કેસમાં અકુંજીપારા સ્થિત શાહજહાં શેખના ઘરે દરોડો પાડવા આવેલા ED અધિકારીઓ પર લગભગ 200 સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો. આ અથડામણમાં ઘણા અધિકારીઓ ઘાયલ થયા હતા.