Saturday, July 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોલકાતા એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી ; એર ઈન્ડિયાના વિમાન સાથે ઈન્ડિગોનું વિમાન ટકરાયું

વિમાનની પાંખ તૂટી, DGCAએ ઈન્ડિગોના બંને પાઈલટને હટાવ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-03-28 12:36:31
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

​​​કોલકાતા એરપોર્ટ પર બુધવારે રનવે પર પાર્ક કરેલા એર ઈન્ડિયાના વિમાન સાથે ઈન્ડિગોની ફ્લાઈટ અથડાઈ હતી. આ ટક્કરમાં બંને વિમાનોને નુકસાન થયું છે. એર ઈન્ડિયાની ફ્લાઈટની પાંખનો એક ભાગ તૂટી ગયો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે. તેમજ ઈન્ડિગોના પાઈલટ અને કો-પાઈલટ બંનેને ડ્યુટી પરથી હટાવી દેવામાં આવ્યા છે.
DGCAના અધિકારીએ જણાવ્યું કે આ ઘટના ઈન્ડિગોની A320 VT-ISS ફ્લાઈટ અને એર ઈન્ડિયા એક્સપ્રેસ 737 VT-TGG વચ્ચે બની હતી. એર ઈન્ડિયાનું વિમાન ચેન્નાઈ માટે ટેકઓફ થવાનું હતું અને રનવે પર પહોંચવાની રાહ જોઈ રહ્યું હતું. તે દરમિયાન ઈન્ડિગોની ફ્લાઈટ રનવે પર આવી અને એર ઈન્ડિયાના પ્લેન સાથે અથડાઈ હતી. જેના કારણે વિમાનની પાંખને નુકસાન થયું હતું.
અધિકારીએ જણાવ્યું કે, “અમે આ મામલે તપાસનો આદેશ આપ્યો છે અને ઈન્ડિગો એરલાઈન્સના બંને પાઈલટને ઓફ-રોસ્ટર કરવામાં આવ્યા છે.” તપાસ દરમિયાન ગ્રાઉન્ડ સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવશે. તપાસ માટે બંને ફ્લાઈટ રોકી દેવામાં આવી હતી.
આ ઘટના અંગે ઈન્ડિગો દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. એરલાઇનના પ્રવક્તાએ કહ્યું- કોલકાતા એરપોર્ટ પર ઇન્ડિગો અને અન્ય એરક્રાફ્ટ વચ્ચે સામાન્ય ટક્કરની માહિતી મળી હતી. વિમાનને તપાસ માટે રોકી દેવામાં આવ્યું હતું. આ કારણે કોલકાતા અને દરભંગા વચ્ચે ઈન્ડિગોની ફ્લાઈટ 6E 6152 મોડી પડી છે. પ્રોટોકોલ મુજબ ઘટનાનો રિપોર્ટ DGCAને સુપરત કરવામાં આવશે.

Tags: kolkata airportplane accident
Previous Post

દેશમાં પહેલી વાર મહિલા કેરગિવર ઇકોનોમી પર શ્વેતપત્ર તૈયાર

Next Post

અમેરિકાએ દખલગીરી કરતા ભારત લાલઘૂમ

dharmendravaghela

dharmendravaghela

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
અમેરિકાએ દખલગીરી કરતા ભારત લાલઘૂમ

અમેરિકાએ દખલગીરી કરતા ભારત લાલઘૂમ

કોંગ્રેસે સુપ્રિયા શ્રીનેતની ટિકિટ કાપી

કોંગ્રેસે સુપ્રિયા શ્રીનેતની ટિકિટ કાપી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.