Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લોકસભા ચૂંટણી 2024માં પ્રથમ તબક્કા માટે મતદાન શરૂ : 21 રાજ્યની 102 બેઠક પર મતદાન

નીતિન ગડકરી સહિત 8 કેન્દ્રીય મંત્રી, બે પૂર્વ મુખ્યમંત્રીનું નસીબ EVMમાં થશે કેદ

dharmendravaghela by dharmendravaghela
2024-04-19 11:28:35
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં લોકસભા ચૂંટણી 2024 માટે પ્રથમ તબક્કા માટે મતદાન શરૂ થયું છે. સાત તબક્કામાં યોજાનારી ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 102 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. પ્રથમ તબક્કાના મતદાનમાં 1625 ઉમેદવારો મેદાનમાં છે, નીતિન ગડકરી, કિરણ રિજિજુ સહિત 8 કેન્દ્રીય મંત્રી, બે પૂર્વ મુખ્યમંત્રી, તેલંગાણાના પૂર્વ રાજ્યપાલનું નસીબ EVMમાં કેદ થશે.
પ્રથમ તબક્કાના મતદાનમાં કુલ 1625 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 1491 પુરૂષ અને 134 મહિલા ઉમેદવારો છે. પ્રથમ તબક્કાના મતદાનમાં માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરણ રિજિજૂ સહિત 8 કેન્દ્રીય મંત્રી, બે પૂર્વ મુખ્યમંત્રી, ત્રિપુરામાં વિપ્લવ દેવ અને અરૂણાચલ પ્રદેશમાં નબામ તુકી અને તેલંગાણાના રાજ્યપાલ પદેથી રાજીનામું આપનારા તમિલિસાઇ સૌન્દરરાજન પણ ચૂંટણી મેદાનમાં તેમનું નસીબ અજમાવી રહ્યા છે.
બીજી તરફ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલનાથની છિંદવાડા બેઠક પર પણ મતદાન યોજાઇ રહ્યું છે. તમિલનાડુની શિવગંગા બેઠક પણ હાઇપ્રોફાઇલ છે.કોંગ્રેસ તરફથી પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. કાર્તિ 2019માં અહીંથી જ સાંસદ ચૂંટાયા હતા.
વધુમાં પ્રથમ તબક્કાના મતદાનમાં તમિલનાડુ જે એક એવું મોટું રાજ્ય છે જેની બધી જ 39 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. પ્રથમ તબક્કામાં તમિલનાડુના 39, ઉત્તરાખંડની 5, અરૂણાચલ પ્રદેશની 2, મેઘાલયની 2, અંદમાનની એક, મિઝોરમની 1, નાગાલેન્ડની 1, પોડિચેરીની 1, સિક્કિમની 1 અને લક્ષદ્વીપની એક બેઠક પર મતદાન યોજાઇ રહ્યું છે. આ સિવાય રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની 8, મધ્ય પ્રદેશની 6, આસામ અને મહારાષ્ટ્રની 5-5 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. બિહારની ચાર, પશ્ચિમ બંગાળની 3, મણિપુરની 2 અને ત્રિપુરા, જમ્મુ કાશ્મીર અને છત્તીસગઢની 1-1 બેઠક પર મતદાન યોજાઇ રહ્યું છે.

Tags: first phase votingindiaparliament election
Previous Post

લોકતંત્રમાં દરેક મત કિંમતી

Next Post

EDએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની કરી ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
EDએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની કરી ધરપકડ

EDએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની કરી ધરપકડ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સમર્થકો સાથે ભરશે ઉમેદવારી ફોર્મ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સમર્થકો સાથે ભરશે ઉમેદવારી ફોર્મ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.