દેશમાં પ્રથમ વખત રાજ્યપાલે સીએમ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે શુક્રવારે સીએમ મમતા બેનર્જી અને ટીએમસીના કેટલાક નેતાઓ વિરુદ્ધ કલકત્તા હાઈકોર્ટમાં આ કેસ દાખલ કર્યો હતો.
એક દિવસ પહેલા મમતાએ કહ્યું હતું કે મહિલાઓએ તેમને ફરિયાદ કરી હતી કે તેઓ રાજભવન ખાતેની પ્રવૃત્તિઓને કારણે ત્યાં જવાથી ડરે છે. ગવર્નર અને સીએમ વચ્ચે ઘણા સમયથી ટક્કર ચાલી રહી છે. 2 મેના રોજ લોકસભા ચૂંટણી દરમિયાન રાજભવનની એક હંગામી મહિલા કર્મચારીએ રાજ્યપાલ પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. મમતા સરકારે પોલીસને તપાસ સોંપી હતી. રાજ્યપાલે રાજભવનમાં પોલીસના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. રાજ્યપાલે અરજી કરી હતી આ ઘટના રાજકીય પ્રેરિત હોવાનું કહેવાય છે. પોલીસે મહિલાને ઉશ્કેરી અને તેને વીડિયો બનાવવા માટે પ્રેરિત કરી.