Wednesday, March 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

Whatsapp પર દિવાળી ગિફ્ટ કૌભાંડ : એન્જિનિયરે રૂ. 4.5 લાખ ગુમાવ્યા

મહિલાએન્જિનિયરે બોસ પર સારી છાપ પાડવા માટે 4.35 લાખ રૂપિયાના વાઉચર ખરીદી લીધા

dharmendravaghela by dharmendravaghela
2024-10-29 12:20:41
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતમાં સાયબર ક્રાઈમના કેસોમાં જેટસ્પીડે વધારો થઇ રહ્યો છે. ક્રાઇમ કરનારાઓ નવી નવી પદ્ધતિઓ અપનાવી કૌભાંડ આચરી રહ્યા છે. હવે દિવાળી નિમિત્તે કૌભાંડીઓ નવા પ્રકારના ફ્રોડ કરી રહ્યા છે. હાલમાં જ દિવાળી ગીફ્ટ કૌભાંડનો મામલો જાણવા મળ્યો છે, જેમાં એક એન્જિનિયર સાથે છેતરપિંડી થઇ છે અને તેણે રૂ. 4.5 લાખ ગુમાવ્યા છે.
બેંગલૂરુના મહિલા એન્જિનિયર ઓનલાઈન ગિફ્ટ કાર્ડ કૌભાંડનો શિકાર બન્યા છે. એન્જિનિયરને કથિત રીતે તેના બોસ તરફથી WhatsApp પર દિવાળી ગિફ્ટનો મેસેજ મળ્યો હતો કે, ‘હું હાલમાં કોન્ફરન્સ કોલ મીટિંગમાં વ્યસ્ત છું અને મને ક્વિક અસાઇનમેન્ટ માટે તમારી જરૂર છે. મને ભારતભરમાં આપણા ગ્રાહકોને ગિફ્ટ કાર્ડ મોકલવાના છે. શું તમે Paytm માંથી Apple App Store કાર્ડ લઇ શકો છો?’ મહિલા કર્મચારીને 13 ઓક્ટોબરે WhatsApp મેસેજ મળ્યો હતો. મહિલા એન્જિનિયરે બોસ પર સારી છાપ પાડવા માટે 4.35 લાખ રૂપિયાના વાઉચર ખરીદી લીધા. જ્યારે તેણે HR વિભાગને “ગિફ્ટ રિક્વેસ્ટ”ની જાણ કરી ત્યારે તેને જાણ થઇ કે આ મેસેજ તેના બોસ તરફથી નહોતો આવ્યો. તેને છેતરવામાં આવી હતી.
મહિલા એન્જિનિયરે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં FIR નોંધાવી હતી. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે અને અન્ય લોકોને આવા કૌભાંડોથી સાવધ રહેવા ચેતવણી આપી છે. મહિલા એન્જિનિયરે જણાવ્યું હતું કે Appleની customer care service સોમવારથી શુક્રવાર સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી જ ઉપલબ્ધ હોવાથી તેને સમયસર સહાય મળી શકી નહોતી અને તે આઈડી બ્લોક કરાવી શકી નહોતી કે તેનો દુરૂપયોગ રોકી શકી નહોતી. તેને એપલ સપોર્ટ ઓપન થવાની રાહ જોવી પડી હતી.

Tags: Fraudindiawhatsapp scam
Previous Post

સ્ટ્રોકનાં દર 5 માંથી 1 દર્દી 40 વર્ષથી ઓછી ઉંમરનાં : બેઠાડું જીવનશૈલી જવાબદાર

Next Post

70+ વૃદ્ધો આજથી આયુષ્માન યોજનામાં સામેલ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ સ્ટ્રેટ બન્યું ‘ડેથ વેલી’: ઈરાને સમુદ્રમાં પ્લાન્ટ કરી માઈન્સ

March 11, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં બનનારી ઓઈલ રિફાઇનરીમાં રિલાયન્સે કર્યું મોટું રોકાણ

March 11, 2026
SIR’ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રિબ્યુનલની રચના કરાઈ

March 11, 2026
Next Post
70 વર્ષથી વધુ ઉમરના નાગરિકો માટે સરકાર શરૂ કરશે નવી યોજના

70+ વૃદ્ધો આજથી આયુષ્માન યોજનામાં સામેલ

વતન જવા પડાપડી : સુરતમાં રોડ પર લક્ઝરી બસના થપ્પા

વતન જવા પડાપડી : સુરતમાં રોડ પર લક્ઝરી બસના થપ્પા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.