Tuesday, September 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સીજીએસટી તંત્રએ વધુ આક્રમકતા સાથે ભાવનગરમાં હાથ ધર્યો તપાસનો દૌર

એડ્રેસ અમદાવાદ, સુરત અને મુંબઈના પરંતુ બોગસ બિલિંગનો કારોબાર ભાવનગરથી ચાલતો હતો

Jitubhaiamarkotiya by Jitubhaiamarkotiya
2022-07-14 09:11:54
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

બોગસ બીલિંગ મામલે ભાવનગર સીજીએસટી વિભાગને મહત્વપૂર્ણ કહી શકાય તેવા ઇનપુટ મુંબઈથી હાથ લાગતા શહેરના નવાપરા સ્થિત એક ફ્લેટમાં ગત સાંજે રેડ કરી હતી. ‘ચોરી પર સીના જાેરી’ માફક બોગસ બીલિંગ સાથે સંકળાયેલા તત્વોએ જીએસટી અધિકારીઓને ધોકા અને ગડદા પાટુંનો માર મારતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને હવે તંત્ર વાહકો માટે પણ વટનો સવાલ બનતા ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરાઈ છે અને કોઈ પણ છટકી ન જાય તે માટે તંત્રએ કડકાઈ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરમાં બોગસ બીલિંગની માસ રેડ બાદ ઘોશ વધતા બોગસ બીલિંગ કરતી આણી મંડળીએ અમદાવાદ, સુરત અને મુંબઈના એડ્રેસ પર જીએસટી નંબરો મેળવી કારોબાર શિફ્ટ કર્યો હતો. જાેકે, સમગ્ર કામગીરી ભાવનગરથી ઓનલાઈન થતી હોવાની ઇનપુટ મુંબઈથી મળી હતી. જયારે ટેકનોલોજીના આધારે સીજીએસટીની ટીમ ગઇકાલે નવાપરા સ્થિત મહેક એપાર્ટમેન્ટના ફ્લેટ નં.૩૨૧માં પહોંચી હતી ત્યાં તેની સાથે ગાળાગાળી અને મારામારી સહિતનો ઘટનાક્રમ બન્યો હતો. દરમિયાનમાં સીજીએસટી વિભાગે આ પ્રકરણમાં હવે વધુ આક્રમકતા દાખવી છે અને આ ગૃપ સાથે સંકળાયેલ દરેક વ્યક્તિની જીએસટીને લગતી હિલચાલ પર ચાર નજર કરાઇ છે. જીએસટી વિભાગના સુપ્રિએ જણાવ્યું હતું કે, વલ્લી હાલારી અને તેના માણસો દ્વારા ૧૫ જેટલા જુદા જુદા લોકોના ડોક્યુમેન્ટ પર બોગસ બિલીંગની પ્રવૃત્તિ આચરાઇ હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. વધુ ઉંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે.

કોઇને ગંધ ન આવે એટલે રહેણાંકી ફ્લેટમાંથી બોગસ બિલીંગ પ્રવૃત્તિ આચરાઇ
સીજીએસટી તંત્રના જણાવ્યા મુજબ બોગસ બિલીંગના ધંધામાં માહિર આ ટોળકીએ તંત્રની નજરથી બચવા બોગસ બિલીંગની પ્રવૃત્તિ માટે એક રહેણાંકી ફ્લેટ ભાડે રાખ્યો હતો જ્યાં બે-ત્રણ દિવસે બે-ચાર કલાક કામગીરી કરવામાં આવતી બાકીના સમયે ફ્લેટ બંધ રાખવામાં આવતો. અહિંથી ટેબલ-ખુરશી અને લેપટોપ જેવા સાધનો મળી આવ્યા છે તેમજ એક સુટકેસ ભરાય તેટલા ડોક્યુમેન્ટ્‌સ પણ હાથ લાગ્યા છે.

અમદાવાદ, સુરત અને મુંબઇમાં સમાંતર કાર્યવાહી કરાશે
જીએસટીના સુપ્રિટેન્ડન્ટે ટેલિફોનીક વાતચિતમાં જણાવ્યું કે, બોગસ બિલીંગ માટે અમદાવાદ, સુરત અને મુંબઇના એડ્રેસ દર્શાવી જીએસટી નંબર મેળવાયા છે. જ્યારે બોગસ બિલીંગની પ્રવૃત્તિ ભાવનગરથી ઓનલાઇન થતી હતી. ત્રણેય શહેરના ઉક્ત તમામ સ્થળોએ પણ સમાંતર કાર્યવાહી હાથ ધરાશે.

Tags: bhavnagarbogas bilingcgst
Previous Post

કાનપુર હિંસામાં ખુલાસોઃ પથ્થરબાજોને 1000 અને પેટ્રોલ બોમ્બર્સને 5000 રૂપિયા આપવામાં આવ્યા હતા

Next Post

ભાવનગરમાં વાહન ચાલકોને ફટકારાયેલા ઈ મેમોના નિકાલ માટે યોજાશે લોક અદાલત

Jitubhaiamarkotiya

Jitubhaiamarkotiya

Related News

UPDATE : અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપ, 600 લોકોનાં મોત
આંતરરાષ્ટ્રીય

UPDATE : અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપ, 600 લોકોનાં મોત

September 1, 2025
SCO: સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી- PM નરેન્દ્ર મોદી
આંતરરાષ્ટ્રીય

SCO: સિક્યોરિટી, કનેક્ટિવટી, ઓપોર્ચ્યુનિટી- PM નરેન્દ્ર મોદી

September 1, 2025
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મહામેળો, 30 લાખ ભક્તો ઉમટશે
તાજા સમાચાર

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મહામેળો, 30 લાખ ભક્તો ઉમટશે

September 1, 2025
Next Post
ભાવનગરમાં વાહન ચાલકોને ફટકારાયેલા ઈ મેમોના નિકાલ માટે યોજાશે લોક અદાલત

ભાવનગરમાં વાહન ચાલકોને ફટકારાયેલા ઈ મેમોના નિકાલ માટે યોજાશે લોક અદાલત

બોગસ બીલિંગ અને cgst ટીમ પર હુમલા મામલે નવપરામાં પોલીસના ધાડા ઉતર્યા

બોગસ બીલિંગ અને cgst ટીમ પર હુમલા મામલે નવપરામાં પોલીસના ધાડા ઉતર્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.