Saturday, March 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં વિઝા મેળવવા માટે ગુજરાતીઓએ રચ્યું લૂંટનું નાટક

ગેરકાયદે વસવાટ કરતી મહિલાઓ સહિત ૧૧ લોકોની ધરપકડ

dharmendravaghela by dharmendravaghela
2026-03-14 11:41:42
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા અને વિઝા મેળવવાની લાલચમાં કાયદા સાથે ચેડાં કરતા 11

ભારતીય નાગરિકો વિરુદ્ધ ફેડરલ પ્રોસિક્યુટર્સે વિઝા ફ્રોડના ગંભીર આરોપો હેઠળ કાર્યવાહી કરી છે. આ

ગ્રુપ પર આરોપ છે કે તેઓએ ‘U વિઝા’ મેળવવા માટે રેસ્ટોરન્ટ્સ અને સ્ટોર્સમાં નકલી સશસ્ત્ર લૂંટનું

નાટક રચ્યું હતું.

અમેરિકામાં ‘U વિઝા’ એવા લોકોને આપવામાં આવે છે જેઓ કોઈ ગંભીર ગુનાનો શિકાર બન્યા હોય

અને પોલીસને તપાસમાં મદદ કરતા હોય. આ વિઝા મળવાથી વર્ક પરમિટ અને 5 થી 10 વર્ષમાં ગ્રીન

કાર્ડ મળવાનો રસ્તો પણ આપોઆપ ખુલી જતો હોય છે. આરોપીઓએ આ કાયદાનો દુરુપયોગ કરવા

માટે મેસેચ્યુસેટ્સ, કેન્ટુકી અને ઓહાયો જેવા રાજ્યોમાં સ્ટોર માલિકો સાથે મળીને નકલી લૂંટનું કૌભાંડ

ચાલુ કરી દીધું હતું. લૂંટારુ નકલી હથિયાર સાથે સ્ટોરમાં ઘૂસીને કેશ લૂંટીને ભાગી જતા હતા. જે સ્ટોરના

સીસીટીવીમાં કેદ થતું. આ ઘટના બાદ સ્ટોરના કર્મચારીઓ પોલીસને લૂંટ અંગે જાણ કરતા અને પોતે

‘ભોગ બન્યા’ હોવાનું પણ દર્શાવતા હતા. ત્યાર બાદ વિઝા માટે અરજી કરી દેતા હતા. જેથી તેમને આ

વિઝા ખુબ જ સરળતાથી મળી જતા હતા.

અમેરિકન જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ, આરોપીઓમાં જિતેન્દ્રકુમાર પટેલ,

મહેશકુમાર પટેલ, સંજયકુમાર પટેલ, દીપિકાબેન પટેલ, રમેશભાઈ પટેલ, અમિતાબહેન પટેલ,

રોનકકુમાર પટેલ, સંગીતાબેન પટેલ, મિનકેશ પટેલ, સોનલ પટેલ અને મિતુલ પટેલનો સમાવેશ થાય

છે. આ તમામ લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. જેમાંથી દીપિકાબેન પટેલને ભારત ડિપોર્ટ

કરી દેવામાં આવ્યા છે. જ્યારે અન્યની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

તપાસમાં બહાર આવ્યું છે કે, રામભાઈ નામનો મુખ્ય સૂત્રધાર આ સમગ્ર લૂંટનું પ્લાનિંગ કરતો હતો.

‘ભોગ બનનાર’ વ્યક્તિઓ રામભાઈને પૈસા આપતા હતા. રામભાઈ સ્ટોર માલિકોને તેમના સ્ટોરમાં લૂંટનું

નાટક કરવા માટે નાણાં ચૂકવતો હતો. લૂંટ કરનાર અને ભાગી જવામાં મદદ કરનાર ડ્રાઈવરની અગાઉ

જ ધરપકડ કરી લેવામાં આવી છે.
વિઝા ફ્રોડના કાવતરાના આરોપમાં દોષિત ઠરે તો 5 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. 2,50,000

ડોલર (આશરે 2 કરોડ રૂપિયા) થી વધુનો દંડ ફટકારવામાં આવી શકે છે. જેલની સજા પૂર્ણ થયા બાદ આ

તમામને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં પણ આવી શકે છે. જો કે હાલ તો સમગ્ર મામલો કોર્ટમાં છે.

Tags: lootu visaUSA
Previous Post

ઇરાનના ખાર્ગ આઇલેન્ડ સ્થિત સૈન્ય છાવણીઓ ઉપર અમેરિકાનો હુમલો

Next Post

અમેરિકાએ 2500 સૈનિકો સાથે યુદ્ધ જહાજ મોકલ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન સૈન્ય મથકો ઉપર ઇરાનના શ્રેણીબદ્ધ હુમલા

March 14, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને બતાવી તેની ખતરનાક મિસાઈલ શહેરની તસવીરો

March 14, 2026
નેપાળમાં જેલ તોડી ભાગેલા કેદીઓ પર સૈન્યનો ગોળીબાર, 2ના મોત
તાજા સમાચાર

હરિયાણાના અંબાલામાં બે કિલો આરડીએક્સ સાથે ત્રણ શખ્સની ધરપકડ

March 14, 2026
Next Post
અમેરિકાએ લાલ સમુદ્રમાં ડ્રોન અને મિસાઇલ તોડી પાડ્યા

અમેરિકાએ 2500 સૈનિકો સાથે યુદ્ધ જહાજ મોકલ્યું

નેપાળમાં જેલ તોડી ભાગેલા કેદીઓ પર સૈન્યનો ગોળીબાર, 2ના મોત

હરિયાણાના અંબાલામાં બે કિલો આરડીએક્સ સાથે ત્રણ શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.