આવતીકાલ ૨૫ ઓગસ્ટથી ૮ સપ્ટેમ્બર દરમ્યાન રાષ્ટ્રીય ચક્ષુદાન જનજાગૃતિ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર પ્રતિ વર્ષ ચક્ષુદાન અને દેહદાનની સેવામાં અવ્વલ નંબરે રહે છે અને જેને પ્રતિવર્ષ સેવા માટે રાજ્યપાલના હસ્તે એવોર્ડ પણ પ્રાપ્ત થાય છે. તાજેતરમાં કેન્દ્રિય આરોગ્યમંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા અને શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જિલ્લામાં પ્રચાર પ્રસાર અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
રેડક્રોસ ભાવનગરમાં ચક્ષુદાન અને દેહદાનનો અલગ વિભાગ ૨૪ કલાક કાર્યરત રખાયો છે જે ક્યારેય કોઈ રજા વગર ૩૬૫ દિવસ કાર્યરત રહે છે રેડક્રોસ ખાતે ડોકટરની ટિમ અને નર્સિંગ ટિમ સાથે કલેરિકલ ટિમ દ્વારા કોઈના ધરે અવસાનનો બનાવ બને કે તેમના દ્વારા ચક્ષુદાન અથવા દેહદાનની ઈચ્છા વ્યક્ત કરે એટલે તુરંત રેડક્રોસની ટિમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે અને સાથે પરિવારજનોને ચક્ષુદાન અને દેહદાન માટે સમજાવવામાં આવે છે.અત્યાર સુધીમાં રેડક્રોસમાં ૧૦૨૮૪ ચક્ષુદાન અને ૯૬૨ દેહદાન થયા છે. એટલુંજ નહિ ભાવનગરથી સમગ્ર રાજ્યમાં જ્યાં જરૂર હોય ત્યાં ચક્ષુ અને મેડિકલ કોલેજને તબીબી અભ્યાસ માટે દેહદાન મોકલવામાં આવે છે. રેડક્રોસ ખાતે ૨૪ કલાક દરમ્યાન મો.૯૪૨૯૪૦૬૨૦૨, તથા ૦૨૭૮- ૨૪૨૪૭૬૧, અને ૨૪૩૦૭૦૦ નંબર ઉપર સંપર્ક કરીને ચક્ષુદાન અને દેહદાન માટે રેડક્રોસની ટિમને બોલાવી શકો છો.
ચક્ષુદાન વ્યક્તિ નું મૃત્યુ થયાના ૬ કલાકની અંદર કરવું જાેઈએ, અને દેહદાન મૃત્યુ થયાના ૮ થી ૯ કલાકના સમય દરમ્યાન કરવું જાેઈએ.પ્રતિવર્ષ દેશમાં એક લાખ કરતા વધુ લોકો આંખની કોર્નિયાની બીમારીના કારણે અંધાપાનો ભોગ બને છે તેમના માટે ચક્ષુદાન તેનો અંધાપો દૂર કરવા માટે આશીર્વાદરૂપ નીવડે છે ચક્ષુદાન જનજાગૃતિ પખવાડિયા નિમિતે રેડક્રોસ ભાવનગર દ્વારા જિલ્લા અંધત્વ નિવારણ સોસાયટીના સહયોગથી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે જેમાં ઓન લાઇન સંકલ્પપત્રો ભરવા, રેલી, સ્લોગન અને ચિત્ર સ્પર્ધા, વિવિધ સર્કલો ઉપર જનજાગૃતિ પ્રદર્શન, શાળા અને કોલેજાેમાં આંખોની જાળવણીની તાલીમ અને કસરત સહિતના કાર્યક્રમો ળનું આયોજન કરવામાં આવેલ છે. ચક્ષુદાન જનજાગૃતિ પખવાડિયા નિમિતે ૧૫ દિવસમાં ૬૦થી વધુ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે.