ભાવનગર તાલુકાના કોળીયાક ગામે ભાદરવી અમાસ નિષ્કલંક મહાદેવના ધામમાં મેળા નિમિત્તે ૨ દિવસ તા.૨૬ને શુક્રવારથી ૨૭ને શનિવારના ૨૪ કલાક દરમિયાન નિર્દોષ વ્યક્તિને ખોટી રીતે હેરાન કરતા હોય અથવા વાહનનું ટ્રાફિક થતું હોય કોઇ જાતની તકલીફ જણાય તો તંત્રને ફોન કરવો. આ મેળામાં અંદાજે ૨ લાખથી વધારે યાત્રાળુ આવે છે તો તેને કોઇ જાતની તકલીફ ન પડે તે માટે કોળીયાક ગ્રામ પંચાયત દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ છે. યાત્રીકોને કોઇપણ જાતની તકલીફ પડે તો ઘોઘા પોલીસ સ્ટેશન – ૦૨૭૮-૨૮૮૨૩૩૩, કોળીયાક આઉટ પોસ્ટ ચેતનસિંહ ગોહિલ ૯૭૨૭૭૭૭૭૯૫, કોળીયાક ગ્રામ પંચાયત (સરપંચ જગદીશ સોલંકી ૯૫૭૪૫૫૫૭૦૭), ગુંદી ગ્રામ પંચાયત (સરપંચ વિપુલભાઇ સોલંકી ૭૬૨૩૮૪૭૩૭૩), કોળીયાક તલાટી મંત્રી વાઘેલા ૯૬૨૪૬૧૮૬૮૭, કોળીયાક ઉપસરપંચ રમાબેન વાળા ૯૮૨૪૩૫૮૨૨૩ ઉપર સંપર્ક કરવો.