વલભીપુર તાલુકાના દરેડ ગામમાં જુગાર રમતા ચાર ઈસમોને વલભીપુર પોલીસે ઝડપી લઇ રોકડા રૂપિયા કબજે કર્યા હતા.
વલભીપુર પોલીસ કાફલો ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે દરેડ ગામના મફતપરા વિસ્તારમાં જુગાર રમતા સુરેશ તળશીભાઇ બાવળીયા, હરેશ બાબુભાઈ સોલંકી, મિલન હિંમતભાઈ વણોદિયા અને રાજુ ભુપતભાઈ મોણપરીયાને રૂ.૧૬૬૦ રોકડા સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.