ઘોઘાના જેટી ડોક વિસ્તારમાંથી ઘોઘા પોલીસે ૧૦૦૦ લિટર ડીઝલ ભરેલ છોટાહાથી વાહન સાથે બે ઈસમોને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ ઘોઘા પોલીસ કાફલો ઘોઘાના જેટી ડોક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એક શંકાસ્પદ છોટા હાથી વાહનને અટકાવી તપાસ કરતા તેમાં ૧૦૦૦ લીટર ડીઝલ ભરેલા ૨૦ કેરબા મળી આવ્યા હતા.
આ ડીઝલના જથ્થાના બિલ કે આધાર પુરાવા અંગે વાહન સાથેના બે શખ્સ દિપક રમેશભાઈ બાંભણિયા અને કૌશલ બીજલભાઇ કસોટીયા રહે.બંને ઘોઘાવાળાને પૂછતાં તેઓએ સંતોષકારક જવાબ ન આપતા ઘોઘા પોલીસે ડીઝલનો જથ્થો છોટાહાથી વાહન મળી કુલ રૂ.૧.૯૦ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.